- તમારો દરેક મત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- યુપીની જતનાએ કોંગ્રેસ-સપાની ભ્રષ્ટાચાર ફેક્ટરીને તાળું માર્યું
- દેશને વંશવાદી રાજકારણથી મુક્ત કરવા, ફરી એકવાર મોદી સરકાર
2024 લોકસભાની ચૂંટણીની શરુઆત થઈ ગઈ છે ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક જનસભાને સંબોધતા કહ્યું, તમારો દરેક મત ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલાં સરહદ પર બોમ્બ ધડાકા થતા હતાં. આજે આ બધું બંધ થઈ ગયું છે અને આતંકવાદીઓ બોમ્બ ફોડતા હતાં તો પહેલા સિરિયલ બ્લાસ્ટ થતા હતાં. હવે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ પર પણ પૂર્ણવિરામ આવી ગયું છે.
યુપીની જતનાએ કોંગ્રેસ-સપાની ભ્રષ્ટાચાર ફેક્ટરીને તાળું માર્યું
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લી વખત જ્યારે હું અલીગઢ આવ્યો હતો, ત્યારે મેં તમને બધાને સપા અને કોંગ્રેસની ભત્રીજાવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણની ફેક્ટરીને તાળાબંધી કરવાની વિનંતી કરી હતી. તમે એવું મજબૂત તાળું લગાવ્યું કે બંને રાજકુમારોને આજ સુધી ચાવી મળી નથી.
દેશને વંશવાદી રાજકારણથી મુક્ત કરવા - ફરી એકવાર મોદી સરકાર
તમારી પાસે સારા ભવિષ્ય અને વિકસિત ભારતની ચાવી પણ છે. હવે સમય આવી ગયો છે કે દેશને ગરીબીમાંથી સંપૂર્ણ મુક્ત કરવાનો, દેશને ભ્રષ્ટાચારથી સંપૂર્ણ રીતે મુક્ત કરવાનો, દેશને વંશવાદી રાજકારણથી મુક્ત કરવાનો. આ માટે જરૂરી છે - ફરી એકવાર મોદી સરકાર.
આપણે બધા કામ છોડીને મતદાન કરવું જોઈએઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દેશથી મોટું કંઈ નથી. દેશની આટલી મહત્વની ચૂંટણી ચાલી રહી છે, આપણે બધા કામ છોડીને મતદાન કરવું જોઈએ. તમારે વહેલી સવારે, સૂર્યોદય પહેલા, નાસ્તો કરતા પહેલા મતદાન કરવું જોઈએ. અગાઉ કલમ 370ના નામે અલગતાવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ગર્વથી રહેતા હતા અને આપણા સૈનિકો પર પથ્થર ફેંકતા હતા. હવે આ બધું પૂર્ણવિરામ પર આવી ગયું છે.
યોગીજીની સરકારમાં ગુનેગારોની ખેર નથી
પહેલાં યુપીમાં રમખાણો, હત્યાઓ, ગેંગ વોર, ખંડણી વગેરે સપા સરકારના ટ્રેડમાર્ક હતા, આ તેમની ઓળખ હતી અને તેમની રાજનીતિ પણ આના પર આધારિત હતી. પરંતુ હવે યોગીજીની સરકારમાં ગુનેગારોની હિંમત નથી કે તેઓ નાગરિકોની શાંતિ અને સુલેહ-શાંતિને ખલેલ પહોંચાડે.









