• 400 પાર બેઠકો અંગે અમિત શાહનું નિવેદન
  • કોઇપણ પક્ષ પોતાનું વિસ્તરણ કરવાનો જ છેઃ શાહ
  • અમે પણ ગત વર્ષ કરતા વધારે બેઠક ઇચ્છીએ છીએઃ શાહ

લોકસભા ચૂંટણીની વચ્ચે દેશના ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને એક ઈન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન તેમણે ઘણા સવાલોના જવાબ આપ્યા છે. ‘ભાજપ બહુમતીના આંકડા સુધી ન પહોંચે તો તેની પાસે કોઈ પ્લાન B છે?’ અમિત શાહે આ સવાલનો ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે 'પ્લાન B ત્યારે જ બનાવવાની જરૂર છે જ્યારે પ્લાન A (સફળ થવાની) શક્યતા 60% કરતા ઓછી હોય. મને ખાતરી છે કે પીએમ મોદી જંગી બહુમતી સાથે સત્તામાં આવશે...'

લોકો દારૂના કૌભાંડને યાદ કરશે

[[$googlead]]

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ચૂંટણી પ્રચાર પર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, 'એક મતદાર તરીકે, હું માનું છું કે તેઓ જ્યાં પણ જશે, લોકો દારૂના કૌભાંડને યાદ કરશે... ઘણા લોકોને દિલ્હીમાં મોટી બોટલ જોવા મળશે.' અરવિંદ કેજરીવાલના નિવેદન 'જો તમે મને વોટ આપો તો મારે જેલ નહીં જવું પડે', તેમણે કહ્યું, 'આનાથી મોટી સુપ્રીમ કોર્ટની કોઈ અવમાનના ન હોઈ શકે. શું સુપ્રીમ કોર્ટ (ચૂંટણી) જીત અને હારનો નિર્ણય કરશે?'

[[$alsoread]]

છેલ્લા 10 વર્ષથી બંધારણ બદલવા માટે અમારી પાસે બહુમતી છે

"400ને પાર કરવા" અને બંધારણ બદલવાની ભાજપની અટકળો પર ગૃહમંત્રીએ કહ્યું, 'છેલ્લા 10 વર્ષથી બંધારણ બદલવા માટે અમારી પાસે બહુમતી છે. આવું ક્યારેય કર્યું નથી...મારી પાર્ટીનો બહુમતીના દુરુપયોગનો ઇતિહાસ નથી. બહુમતીના દુરુપયોગનો ઈતિહાસ, ઈન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસે કર્યો હતો.

  • Follow us on: