- મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠકના સાંસદ અને પ્રમોદ મહાજનના પુત્રી પૂનમ મહાજન
- ઉજ્જવલ નિકમે મુંબઈ હુમલામાં પકડાયેલા અજમલ કસાબને ફાંસી અપાવી હતી
- લોકસભા ચૂંટણીમાં ભાજપેએ પહેલા પણ ઘણા સાંસદોની ટિકિટ રદ્દ કરી દીધી છે
મહારાષ્ટ્રમાં મુંબઈની નોર્થ સેન્ટ્રલ બેઠક પરથી ભાજપ નેતા પૂનમ મહાજનની ટિકિટ રદ કરવામાં આવી છે. ભાજપે હવે અહીંથી ઉજ્જવલ નિકમને ટિકિટ આપી છે. પ્રમોદ મહાજનની પુત્રી પૂનમ મહાજન આ બેઠક પરથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે. હાલમાં પણ તેઓ આ બેઠક પરથી સાંસદ છે.
દેશના જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને ટિકિટ આપી
મળતી માહિતી અનુસાર, જો કે, હવે ભાજપે પૂનમ મહાજનના સ્થાને દેશના જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને ટિકિટ આપી છે. ઉજ્જવલ નિકમ દેશના ઘણા હાઈ-પ્રોફાઈલ કેસોમાં વકીલ રહી ચૂક્યાં છે અને મુંબઈ હુમલામાં પકડાયેલા અજમલ કસાબને ફાંસી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઉજ્જવલ નિકમ જે કેસ હાથ પર લે છે તેમાં ચોક્કસ નિષ્કર્ષ લાવે
ઉજ્જવલ નિકમ વિશે એવું કહેવાય છે કે, તેઓ જે પણ કેસ હાથમાં લે છે, તે ચોક્કસ નિષ્કર્ષ પર લાવે છે અને આરોપીને સજા નિશ્ચિત માનવામાં આવે છે. મુંબઈ આતંકવાદી હુમલા ઉપરાંત, તેણે 1993ના બોમ્બે વિસ્ફોટ, ગુલશન કુમાર હત્યા કેસ અને પ્રમોદ મહાજન હત્યા કેસમાં શકમંદો સામે કાર્યવાહીમાં મદદ કરી હતી.
ભાજપે અનેક સાંસદોની ટિકિટ રદ કરી છે
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણી માટે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી ઉજ્જવલ નિકમના નામને મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે આ ચૂંટણીમાં બીજેપીએ પહેલા જ ઘણા સાંસદોની ટિકિટ રદ્દ કરી દીધી છે. હવે આ યાદીમાં પૂનમ મહાજનનું નામ પણ સામેલ થઈ ગયું છે.