- રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી
- સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, ખડગે રહ્યા ઉપસ્થિત
- રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત હાજર રહ્યા
લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાના મતદાન બાદ હવે દેશની નજર ત્રીજા તબક્કાના મતદાન પર ટકેલી છે. ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 95 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.
બીજા તબક્કામાં 88 બેઠકો માટે મતદાન થયું હતું
આ 95 લોકસભા સીટો પર કુલ 2963 નોમિનેશન દાખલ કરવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારીઓએ આમાંથી 1563 અરજીઓને માન્ય ગણાવી છે. નામાંકન પરત ખેંચવાની તારીખ બાદ ચૂંટણી લડનારા ઉમેદવારોની સંખ્યા 1351 છે. પહેલા તબક્કામાં 102 સીટો પર મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં 88 બેઠકો માટે મતદાન થયું હતું.
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી હતી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભર્યું છે. તેમણે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્યો સાથે રાયબરેલીના ફુરસતગંજ એરપોર્ટ પર વિમાનથી ઉતર્યા હતા.
4 જૂને મતગણતરી થશે
રાયબરેલી અને અમેઠી બેઠકો માટે 20 મેના રોજ જ મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે. દરમિયાન અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ પ્રિયંકા ગાંધીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. પહેલા એવી અટકળો હતી કે પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. પરંતુ યાદી જાહેર થયા બાદ તમામ અટકળોનો અંત આવ્યો હતો.









