• કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો અને કહ્યું કે નેહાની શું ભૂલ હતી.?
  • કર્ણાટકના બેલ્લારીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા પહોંચેલા PM મોદી
  • PM મોદીએ કાઉન્સિલરની પુત્રી નેહા હિરેમથની હત્યાને લઈને કોંગ્રેસ પર પ્રહારો

કર્ણાટકના બેલ્લારીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા પહોંચેલા PM મોદીએ કાઉન્સિલરની પુત્રી નેહા હિરેમથની હત્યાને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. PM મોદીએ રવિવારે 28 એપ્રિલે કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો અને કહ્યું કે નેહાની શું ભૂલ હતી.?

કોંગ્રેસને માત્ર વોટ બેંકની ચિંતા

PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ સરકાર માત્ર તુષ્ટિકરણને જ પ્રાથમિકતા આપે છે, તેમના માટે નેહા જેવી દીકરીઓના જીવનની કોઈ કિંમત નથી. તેઓને માત્ર પોતાની વોટ બેંકની ચિંતા છે. તુષ્ટિકરણની રાજનીતિ સામે કોંગ્રેસે સંપૂર્ણ રીતે શરણાગતિ સ્વીકારી છે. એવી માનસિકતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જે કર્ણાટક અને દેશ માટે ખતરનાક છે. વોટબેંક ખાતર ગુના અને આતંક સાથે સમાધાન કરી શકાતું નથી, પરંતુ કોંગ્રેસ કંઈ શીખવા તૈયાર નથી.

કોંગ્રેસ એક વોટ માટે PFIનો બચાવ કરી રહી છે

કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે બેંગલુરુમાં એક કેફેમાં બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે કોંગ્રેસે તેને ગંભીરતાથી લીધો ન હતો. આટલું જ નહીં, કોંગ્રેસે PFI નો વોટ માટે ઉપયોગ કર્યો છે, જે આતંકવાદને આશ્રય આપનાર દેશ વિરોધી સંગઠન છે, જેના પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. કોંગ્રેસ વાયનાડમાં માત્ર એક સીટ જીતવા માટે આવા PFI આતંકવાદી સંગઠનને બચાવવામાં વ્યસ્ત છે.

શું છે નેહા હિરેમઠ હત્યા કેસ?

તમને જણાવી દઈએ કે કર્ણાટકના હુબલી-ધારવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ કાઉન્સિલરની પુત્રી નેહા હિરેમથની હત્યા કરવામાં આવી હતી. નેહાની હુબલીની એક કોલેજમાં દિવસે દિવસે ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપી ફૈયાઝની પોલીસે ધરપકડ કરી હતી.

  • Follow us on: