• ઉત્તરાખંડની પાંચેય સંસદીય બેઠકો માટે એક સાથે મતદાન થઈ રહ્યું છે
  • રાજ્યમાં આ ચૂંટણીમાં કુલ 55 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે
  • ઉત્તરાખંડની પાંચ લોકસભા સીટો પર 19 એપ્રિલે સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન

ઉત્તરાખંડમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે એટલે કે 19મી એપ્રિલે મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તરાખંડની પાંચેય સંસદીય બેઠકો માટે એક સાથે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં આ ચૂંટણીમાં કુલ 55 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

ઉત્તરાખંડમાં કુલ 55 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

[[$googlead]]

[[$alsoread]]

હરિદ્વારમાં લોકસભા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. લોકો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. યોગગુરૂ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કનખલના દાદૂબાગમાં બનેલ પોલિંગ બૂથ પર મતદાન કર્યુ તમામ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. બાબા રામદેવે મતદાન કર્યા બાદ કહ્યુ કે ભારત આર્થિક, શિક્ષા, ચિકિત્સા અને સાંસ્કૃતિક ગુલામીથી મુક્તિ અપાવશે પાંચ લાખથી વધુ વીર -વીરાંગનાઓની શહીદીના કારણે આપણને મતદાન કરવાનો અધિકાર મળ્યો. સંવિધાનની રક્ષા, રાષ્ટ્રની એકતા અને અખંડીતતા માટે લોકોએ બહોળા પ્રમાણમાં મતદાન કરવુ જરૂરી છે.

 ભાજપ ફરી એક વખત પુનરાગમન કરવા માંગે છે

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉત્તરાખંડની પાંચ લોકસભા સીટો પર 19 એપ્રિલે સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ઉત્તરાખંડમાં કુલ 55 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ટિહરી ગઢવાલ, હરિદ્વાર, અલ્મોડા, નૈનીતાલ-ઉધમ સિંહ નગર લોકસભા બેઠકો ઉત્તરાખંડમાં છે. જો આપણે છેલ્લી લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો 2019માં દેવભૂમિની પાંચેય બેઠકો ભાજપે જીતી હતી. આ વખતે, ભાજપ ફરી એક વખત પુનરાગમન કરવા માંગે છે, જ્યારે કોંગ્રેસ સત્તા જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ મતદાન કર્યું હતું

આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ હરિદ્વારમાં તેમના આશ્રમના સાથીદારો સાથે પોતાનો મત આપ્યો.

ઇશા ફાઉન્ડરના સંસ્થાપક અને પ્રમુખ સદગુરૂ જગ્ગી વાસુદેવે મતદાન કર્યુ

લોકસભા ચૂંટણી 2024ના પહેલા ચરણમાં 19 એપ્રિલ 2024ના રોજ એટલે કે આજે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો મળીને કુલ 21 જગ્યાએ 102 સીટ પર મતદાન થશે. આ સમયે અરુણાચલની 2 સીટ, આસામની 5 સીટ, બિહારની 4 સીટ, છત્તીસગઢની 1, મધ્યપ્રદેશની 6, મહારાષ્ટ્રની 5, મણિપુરની 2, મેઘાલયની 2, મિઝોરમની 1, નાગાલેન્ડની 1, રાજસ્થાનની 12, સિક્કિમની 1, તમિલનાડુની 39, ત્રિપુરાની 1, યૂપીની 8, ઉત્તરાખંડની 5, પશ્ચિમ બંગાળની 3, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહની 1 અને જમ્મૂ કાશ્મીરની 1, લક્ષદ્વીપની 1 અને પોંડિચેરીની 1 સીટ પર વોટિંગ કરાશે.


  • Follow us on: