• પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે
  • પહેલા તબક્કાના મતદાનની સાથે જ 2024ની તસવીર સ્પષ્ટ થઇ જશે
  • પહેલા તબક્કામાં BJP માટે પોતાની બેઠકો ટકાવી રાખવાનો પડકાર છે

લોકસભા ચૂંટણી પ્રથમ તબક્કો 102 બેઠકો પર મતદાન થઇ રહ્યુ છે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળની કેટલીક બેઠકો સાથે ઉત્તરાખંડ, તમિલનાડુ અને અરૂણાચલ પ્રદેશની તમામ બેઠકો પર પહેલા તબક્કામાંજ ચૂંટણી પૂર્ણ થઇ જશે.

પહેલા તબક્કાના મતદાનની સાથે જ 2024ની તસવીર સ્પષ્ટ થઇ જશે

પહેલા તબક્કાના મતદાનની સાથે જ 2024ની તસવીર સ્પષ્ટ થઇ જશે. પહેલા તબક્કામાં BJP માટે પોતાની બેઠકો ટકાવી રાખવાનો પડકાર છે તો કોંગ્રેસ પોતાની બેઠકોની સાથે ડીમએકેના પ્રદર્શનને સુધારવા પર ફોકસ કરી રહી છે.

26 સીટો પર જીતનું માર્જીન 10 થી 20 ટકા અને 29 સીટો પર જીતનું માર્જીન 20 થી 30 ટકાની વચ્ચે હતું

પ્રથમ તબક્કામાં BJP ની આગેવાની વાળા એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વ ધરાવતા ઇન્ડિયા ગઠબંધનની પરીક્ષા થશે. પ્રથમ તબક્કામાં 40 ટકા બેઠકો BJPએ જીત્યા હતા તો કોંગ્રેસ ફક્ત 15 બેઠકો જીતી શક્યુ હતુ. જો કે ગઠબંધનને જોતા એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન તડામાર ટક્કર આપવા તૈયાર છે. બંને પોતાનુ સારૂ પ્રદર્શન બતાવવા આસમાન જમીન એક કરી દેશે તેમા નવાઇ નથી. બંને સામે ફક્ત સારૂ પ્રદર્શન જ નહી જે જગ્યા મેળવી છે તે ટકાવી રાખવાની સાથે બેઠકોમાં વધારો કરવાનો મોટો પડકાર રહેશે.

BJP ગત વખત કરતા વધુ બેઠકો પર ચૂંટણી લડી રહી છે

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં જે 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી BSP 86 બેઠકો પર મેદાનમાં છે. BJP 77, કોંગ્રેસ 56, AIADMK 36, DMK 22, TMC 5, RJD 4, SP 7, RLD 1, LJP (R) તરફથી એક અને જીતન રામ માંઝીની પાર્ટી HAM એક સીટ પર ચૂંટણી લડી રહી છે. 2019ની ચૂંટણીમાં આ 102 બેઠકોમાંથી ભાજપ 60 બેઠકો પર અને કોંગ્રેસ 65 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ બદલાયેલા સમીકરણમાં આ વખતે ભાજપ ગત વખત કરતા વધુ બેઠકો પર ચૂંટણી લડી રહી છે જ્યારે કોંગ્રેસ ઓછી બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

છેલ્લી લોકસભા ચૂંટણીમાં, પ્રથમ તબક્કાની આ 102 બેઠકોમાંથી, ભાજપે 60 બેઠકો પર લડીને 40 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસ 65 બેઠકો પર લડીને માત્ર 15 બેઠકો જ જીતી શકી હતી. ડીએમકે 24 સીટો પર લડી હતી અને 24 સીટો જીતી હતી. આ સિવાય 23 લોકસભા બેઠકો અન્યોએ જીતી હતી. 2019ની ચૂંટણીમાં આ બેઠકો પર જીતનું માર્જિન ઘણું ઓછું હતું. 27 સીટો પર જીત અને હારનું માર્જીન 10 ટકાથી ઓછું હતું. 26 સીટો પર જીતનું માર્જીન 10 થી 20 ટકા અને 29 સીટો પર જીતનું માર્જીન 20 થી 30 ટકાની વચ્ચે હતું. માત્ર 15 સીટો પર જીતનું માર્જીન 30 થી 40 ટકાની વચ્ચે હતું અને પાંચ સીટો પર તે 40 ટકાથી વધુ હતું.

53 લોકસભા બેઠકો સત્તાનું ચિત્ર નક્કી કરશે

ભાજપે 2019માં આ 102 બેઠકોમાંથી 60 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 34 બેઠકો પર તેની 50 ટકાથી વધુ હતી. 19 બેઠકો પર 30-50 ટકા અને સાત બેઠકો પર 30 ટકાથી ઓછો વોટ શેર મેળવ્યો. તે જ સમયે, ડીએમકે છેલ્લી ચૂંટણીમાં 24 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તે તમામ જીતી હતી. જેમાં તેને 19 સીટો પર 50 ટકાથી વધુ વોટ મળ્યા છે જ્યારે પાંચ સીટો પર તેને 30 થી 50 ટકા વોટ મળ્યા છે. જો કે, ડીએમકે જે સીટો પર જીત મેળવી હતી, તેમાંથી ઘણી સીટો એવી છે જે ઝૂલતી રહી છે.

 ડીએમકે જે સીટો પર જીત મેળવી હતી, તેમાંથી ઘણી સીટો એવી છે જે ઝૂલતી રહી છે.

પ્રથમ તબક્કાની 102 લોકસભા બેઠકોમાંથી, 53 લોકસભા બેઠકો એવી છે જ્યાં જીત અને હારનું માર્જિન 20 ટકાથી ઓછું વોટ હતું. તેમાંથી 8 બેઠકો એવી છે જ્યાં જીતનું માર્જિન બે ટકાથી ઓછું હતું. જેમાં લક્ષદ્વીપ, આંદામાન-નિકોબાર ટાપુઓ, મિઝોરમ, નાગાલેન્ડ અને તમિલનાડુની બે બેઠકો ઉત્તર પ્રદેશની મુઝફ્ફરનગર અને સહારનપુર બેઠકો હતી.

પ્રથમ તબક્કામાં 21 બેઠકો સ્વીંગ થનાર

પ્રથમ તબક્કામાં જે 21 બેઠકો સ્વીંગ હતી, તેમાંથી ડીએમકેએ 2009 અને 2019ની ચૂંટણીમાં 13 બેઠકો જીતી હતી. આમાંથી 12 બેઠકો એવી છે કે જે AIADMKએ 2014માં જીતી હતી અને PMKએ એક ધર્મપુરી બેઠક જીતી હતી. એ જ રીતે કોંગ્રેસે 2009 અને 2019ની ચૂંટણીમાં શિવગંગાઈ, પુડુચેરી, અરણી અને વિરુધુનગર બેઠકો જીતી હતી, પરંતુ 2014ની ચૂંટણીમાં AIADMK અને AIR કોંગ્રેસે આ બેઠકો છીનવી લીધી હતી. આ રીતે 2024ની ચૂંટણીમાં આ સીટો પર ઘણું નિર્ભર રહેશે.

  • Follow us on: