• દેશની 543 લોકસભા બેઠકો માટે 7 તબક્કામાં મતદાન
  • ચૂંટણીને લઇ 97 કરોડ વોટર દેશની નવી સરકાર બનાવશે
  • ચૂંટણીને લઇ 1.5 કરોડ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામા જોડાશે
દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. દેશની 543 લોકસભા બેઠકો માટે 7 તબક્કામાં મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે યોજાશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર મતદાન થશે. જે પછી અલગ અલગ તબક્કામાં મતદાન યોજાશે.

આ સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે તેઓ છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ ચૂક્યા છે અને અધિકારીઓને મળ્યા છે. અમે યાદગાર અને નિષ્પક્ષ ચૂંટણી યોજીશું. લોકસભા ચૂંટણીને લઇ 97 કરોડ વોટર દેશની નવી સરકાર બનાવશે આ સાથે 10.5 લાખ પોલિંગ સ્ટેશન બનશે. ચૂંટણીને લઇ 1.5 કરોડ કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામા જોડાશે. લોકસભા ચૂંટણીને લઇ કુલ 55 લાખ EVM મશીન ઉપયોગ થશે. જ્યારે 4 જૂનના મતદાનનું પરિણામ જાહેર થશે.


ક્યાં રાજ્યમાં ક્યારે મતદાન ?

પ્રથમ તબક્કામાં 102 બેઠક પર 19 એપ્રિલ : તમિલનાડુ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, મણિપુર, ત્રિપુરા, અંદમાન નિકોબાર, લક્ષ્યદ્વીપ, પોંડિચેરી, મહારાષ્ટ્ર, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ

બીજા તબક્કામાં 89 બેઠકો પર 26 એપ્રિલ : કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, મણિપુર

ત્રીજા તબક્કામાં 94 બેઠકો પર 07 મે : ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, બિહાર, અસમ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, દાદરા અને નગર હવેલી, ગોવા

ચોથા તબક્કામાં 96 બેઠકો પર 13 મે : આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડિશા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર

પાંચમા તબક્કામાં 49 બેઠકો પર 20 મે : મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદાખ

છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25 મે : ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હી

સાતમાં તબક્કામાં 57 બેઠકો પર 01 જૂન : ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ
  • Follow us on:

[[$googlead]]