- કેન્દ્રીય મંત્રી અને હમીરપુરથી ભાજપના ઉમેદવાર અનુરાગ ઠાકુરે મતદાન કર્યું
- મંડી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે મતદાન કર્યુ
- હિમાચલ પ્રદેશમાં પીએમ મોદીની લહેર છે: કંગના રનૌત
લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કામાં દેશની 57 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. હિમાચલ પ્રદેશના મંડી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે પોતાનો મત આપ્યો. આ પછી મીડિયા સાથે વાત કરતાં કંગનાએ કહ્યું, 'મેં હમણાં જ મારો મત આપ્યો છે. હું લોકોને લોકશાહીના તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરવા માંગુ છું. હિમાચલ પ્રદેશમાં પીએમ મોદીની લહેર છે. હું આશા રાખું છું કે મંડીના લોકો મને આશીર્વાદ આપશે અને અમને રાજ્યની તમામ 4 બેઠકો મળશે... હિમાચલ પ્રદેશની 4 બેઠકો 400ને પાર કરવામાં યોગદાન આપશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મતદાન કર્યું
કેન્દ્રીય મંત્રી અને હમીરપુરથી ભાજપના ઉમેદવાર અનુરાગ ઠાકુરે પત્ની શેફાલી ઠાકુર સાથે મતદાન કર્યું. કોંગ્રેસે હમીરપુર લોકસભા સીટ પરથી સતપાલ સિંહ રાયજાદાને મેદાનમાં ઉતાર્યા છે. પટના સાહિબ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદે પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું, 'દેશમાં, બિહારમાં અને પટના સાહિબમાં ખૂબ જ નિર્ણાયક જીત થવાની છે. 4 જૂને તે 400ને પાર કરશે અને જનતાના આશીર્વાદથી પટના સાહિબ 4 લાખને પાર કરશે.
બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી અને સારણ લોકસભા મતવિસ્તારના આરજેડી ઉમેદવાર રોહિણીએ કર્યુ મતદાન
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના વડા અને વારાણસી બેઠકના ઉમેદવાર અજય રાયે પોતાનો મત આપ્યો. તેમનો મુકાબલો વડાપ્રધાન અને ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને બસપાના અથર જમાલ લારી સામે છે. આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી અને સારણ લોકસભા મતવિસ્તારના આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્યએ પટનાના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.









