• જ્યોતિરાદિત્યને મળવા પહોંચ્યા હતા ઉમાભારતી
  • પત્રકાર સાથે વાતચીત દરમિયાન વિપક્ષને લીધુ આડેહાથ
  • ચૂંટણી પરિણામને લઇને ઉમાભારતીએ કર્યો મહત્વનો દાવો

લોકસભાની ચૂંટણીને લઇને હવે સાતમો અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. ભાજપ, કોંગ્રેસ અને ઇન્ડિ ગઠબંધન સહિત રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે આપે સાંભળ્યુ જ હશે કે ભાજપનું સૂત્ર છે, અબ કી બાર 400 પાર. ત્યારે ત્યાં આ વખતના ચૂંટણી પરિણામને લઇને ભાજપના દિગ્ગજ નેતાએ મહત્વનો દાવો કર્યો છે.

ગ્વાલિયર પહોંચ્યા હતા ઉમા ભારતી

[[$googlead]]

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને બીજેપી નેતા ઉમા ભારતી રવિવારે ગ્વાલિયર પહોંચ્યા હતા. તેઓએ જયવિલાસ પેલેસ પહોંચીને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતાનું નિધન થતા શોક વ્યક્ત કર્યોહતો અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે આ મુશ્કેલીના સમયમાં હું જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે છું. સાથે જ કહ્યું હતું કે હું વચન આપુ છું કે તેમને માતા પિતાની કમી ક્યારેય મહેસૂસ નહી થવા દઉ. તેમણે એમ પણ જણાવ્યું કે હું જ્યોતિરાદિત્ય સિંધિયામાં મોટું ભવિષ્ય જોઇ રહી છું.

[[$alsoread]]

અબ કી બાર..400 નહી, પણ..

તો ઉમાભારતની આ વખતની લોકસભાની ચૂંટણીને લઇને સવાલ કરતા તેમણે કહ્યું કે દેશની જનતા કોંગ્રેસ વિશે બધું જ જાણે છે. સોનિયા હજુ પણ પોતાને રાણી અને રાહુલને રાજકુમાર માને છે. ઉમા ભારતીએ કહ્યું હતું કે દેશ આઝાદ થયો છે, પરંતુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હજુ પણ પોતાને રાણી અને રાજકુમાર માને છે. વધુમાં તેમણે ઇન્ડિ ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે ઇન્ડિ. ગઠબંધને મુદ્દા ઉઠાવ્યા જ નથી. કે જેની પર પીએમ મોદી ઉભા છે. આ મોદી વિરોધી એકતા છે, મોદી વિચાર વિરોધી એકતા નથી. મને લાગે છે કે આ ચૂંટણીમાં વિપક્ષનો સંપૂર્ણ સફાયો થઈ જશે. પીએમ મોદી 400 નહીં પણ 500ને પાર કરશે.


  • Follow us on: