- ચૂંટણી પહેલા EC દ્વારા મોટી કાર્યવાહી,
- બંગાળના DGP અને UP-ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ
- 6 રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે. 6 રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા છે. તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે.
મિઝોરમ અને હિમાચલ પ્રદેશના GAD સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને રાજ્યની 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ફરજ પરથી હટાવી દીધા હતા. આ સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ તેમજ એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના GAD સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે.
16મી માર્ચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે
દેશભરમાં લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 4 જૂને આવશે. 16 માર્ચે ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કરીને ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમારે મતદારોને ખાસ અપીલ કરી હતી અને શક્ય તેટલું વધુ મતદાન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે મતદારો તેમના EPIC નંબર પરથી બૂથ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.
લોકસભા ચૂંટણીની પ્રક્રિયા 43 દિવસ સુધી ચાલશે
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. દેશભરમાં 43 દિવસ સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે. જ્યારે નવી સરકારની જાહેરાત 4 જૂને થશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, ચોથા તબક્કાનું 13 મેના રોજ, પાંચમાં તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે
દેશભરમાં ક્યારે અને ક્યાં ચૂંટણી યોજાશે?
પ્રથમ તબક્કામાં
19 એપ્રિલે 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે. આ સાથે 10 રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.
બીજા તબક્કામાં
26 એપ્રિલે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 89 બેઠકો પર મતદાન થશે. આ સાથે ચાર રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે.
ત્રીજા તબક્કામાં
7 મેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો પર મતદાન થશે. આ સાથે 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પૂર્ણ થશે.
ચોથા તબક્કામાં
13 મેના રોજ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર મતદાન થશે. આ સાથે ત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પૂર્ણ થશે.
પાંચમા તબક્કામાં
20 મેના રોજ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થશે. આ સાથે, વધુ ત્રણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પૂર્ણ થશે.
છઠ્ઠા તબક્કામાં
25 મેના રોજ 7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થશે. આ તબક્કા સાથે વધુ બે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પૂર્ણ થશે.
સાતમા અને અંતિમ તબક્કામાં
1 જૂને 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થશે. આ સાથે 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે.









