• પીએમ મોદી લોકસભાની ચૂંટણીને લઇને બિહારમાં કરી રહ્યા છે પ્રચાર
  • VVPAT પર SCના ચુકાદા પર બોલ્યા PM મોદી
  • સુપ્રીમના ચુકાદાથી વિપક્ષને ઝટકો : PM

લોકસભાની ચૂંટણી માટે બાકીની બેઠકો પર પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે પીએમ મોદી મમતા બેનર્જીના ગઢમાં સભા સંબોધ્યા બાદ બિહાર પહોંચ્યા છે. બિહારના અરરિયામાં તેઓ ચૂંટણી સભા સંબોધી હતી.

ગરમી છે પણ લોકતંત્રની મજબૂતી માટે વોટિંગ જરૂરી- પીએમ મોદી

[[$googlead]]

પીએમ મોદીએ ચૂંટણી સંબોધતા જણાવ્યું કે આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે. આ લોકતંત્રનું પાવન પર્વ છે. તમામ મતદારો અને તેમાં ખાસ કરીને યુવા વોટર્સને અપીલ કરી હતી કે મોટી સંખ્યામાં મતદાન કરો. જાણુછું કે ગરમીનો સમય છે પરંતુ દેશના હિતમાં લોકતંત્રની મજબૂતી માટે આપણે મતદાનની ફરજ નિભાવવી જોઇએ તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દરેક પોલિંગ બુથમાં ગીત ગાતા ગાઇને ઉત્સવ ઉજવતા ઉજવતા પોલિંગ બુથ પર જાઓ. મતદાનનો દિવસ આખા વિસ્તાર માટે ઉત્સવનો દિવસ છે. 2024ની આ ચૂંટણી ભારતને આર્થિક રૂપથી શક્તિશાળી બનાવશે.

[[$alsoread]]

મતપેટીઓને લૂંટવાના ઇરાદાઓ SCના નિર્ણયથી ચૂર ચૂર થયા

પીએમ મોદીએ ચૂંટણી સંબોધતા સુપ્રીમ કોર્ટના ઇવીએમથી મતદાન કરાશે તે નિર્ણય પર વિપક્ષને આડેહાથ લીધું હતું.  તેમણે કહ્યું કે  RJD- કોંગ્રેસ અને ઇન્ડિ ગઠબંધનને સંવિધાનની પરવાહ નથી. આ લોકોએ બેલેટ પેપરના બહાને લોકોનો અધિકાર છીનવ્યો. આરેજેડી કોંગ્રેસના શાસનમાં બેલેટપેપર લૂંટવામાં આવતા હતા. ગરીબોને વોટ આપવા માટે ઘરની બહાર નીકળવા નહોતા દેતા તેવો પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે હવે ગરીબો અને દેશના મતદારોને ઇવીએમની તાકાત મળી છે. પણ વિપક્ષનો એક જ ખેલ ચાલે છે કે ઇવીએમ બંધ થવા જોઇએ. ઇન્ડિ ગઠબંધનના નેતાઓએ ઇવીએમને લઇને જનતાના મનમાં શંકા પેદા કરી હતી. પરંતુ સંવિધાનની તાકાત જુઓ આજે સુપ્રિમ કોર્ટે મતપેટીઓને લૂંટવાનો ઇરાદો રાખનારાઓને ઝટકો આપ્યો છે. વિપક્ષના તમામ સપના ચૂર ચૂર થઇ ગયા છે.  સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કહી દીધુ છે કે બેલેટ પેપર વાળી જૂની પ્રથા ફરી પાછી નહી આવે.  

SCએ વિપક્ષને કડક તમાચો માર્યો- પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે આજે આખી દુનિયા ભારતના લોકતંત્રની , ભારતની ચૂંટણી પ્રક્રિયા, તથા ચૂંટણીમાં ટેક્નોલોજીના ઉપયોગની વાહવાહી કરી રહ્યા છે ત્યારે વિપક્ષ પોતાના નિજી સ્વાર્થ માટે ઇવીએમને બદનામ કરવામાં વ્યસ્ત રહ્યા. આ લોકોએ લોકતંત્ર સાથે સતત વિશ્વાસઘાત કરવાની કોશિશ કરી છે. આ લોકોને દેશની સર્વોચ્ચ અદાલતે, સુપ્રિમ કોર્ટે એવો કડક તમાચો માર્યો છે કે તેઓ મોઢું ઊંચુ કરીને જોઇ પણ નહી શકે.


  • Follow us on: