• લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર તેજ
  • પીએમ મોદીએ કર્ણાટકના બાગલાકોટમાં સંબોધી જનસભા
  • કર્ણાટકમાં ગઇકાલે પણ કર્યો હતો પ્રચાર

લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેઓ એક જ દિવસમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણી રેલી યોજી રહ્યા છે. ત્યારે આજે પણ તેઓ કર્ણાટકમાં છે.કર્ણાટકના બાગલકોટમાં પીએમ મોદી જનસભા સંબોધી રહ્યા છે. 

દેશ વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે- પીએમ મોદી

[[$googlead]]

[[$alsoread]]

પીએમ મોદીએ જણાવ્યું કે તમારો મત છે જે મોદીને મજબૂત બનાવશે અને પછી દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારતને મેન્યુફેક્ચરિંગ હબ અને કૌશલ્ય કેન્દ્ર બનાવવાનો અમારો સંકલ્પ છે. આ ઠરાવો વેકેશનનો આનંદ માણનારાઓ પૂરા કરી શકતા નથી 

કોંગ્રેસને પીએમ મોદીએ લીધી આડેહાથ

પીએમ મોદીએ જનસભા સંબોધતા જણાવ્યું કે શું કોંગ્રેસના હાથમાં દેશ સોંપી શકાય ખરા ? કોંગ્રેસની જે ઓળખ બની તે તેના પાપોને કારણે બની છે. તેમણે વધુમાં જણાવ્યુ કે કરોડો પરિવાર આ દેશની મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે. પરંતુ કોંગ્રેસને આનાથી કંઇ ફરક પડતો નથી. દેશનો ઈતિહાસ પણ કહે છે કે કોંગ્રેસ આલી, તબાહી લાવી.   પીએમ મોદીએ કર્ણાટકમાં થયેલી ગુનાહિત પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે કોંગ્રેસની માનસિકતા આતંકવાદ અને કટ્ટરતાવાદની માનસિકતાને પ્રમોટ કરવાની છે.

ઓબીસી-sc-stના હકો કોંગ્રેસે છીનવ્યા- પીએમ મોદી

તેમણે વધુમાં જણાવ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસે સંવિધાન બદલાવનું અભિયાન શરૂ કર્યુ છે. એસસી, એસટી અને ઓબીસી અનામતનો હકો માઇનોરિટીને આપી દીધો છે. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં ધર્મને આધારે અનામતનો કાયદો બનાવવાની વાત કહી છે. પીએમ મોદીએ કહ્યંુ કે ધર્મના આધારે વોટ બેંક સુરક્ષિત રાખવા બાબ સાહેબે આપેલો અધિકાર છે તેની પર લૂંટ ચલાવી રહ્યા છે.

ફેક વીડિયો બનાવનારની ખેર નહી- પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે સોશિયલ મીડિયાનો જમાનો છે. ઘણી વસ્તુઓ આપણે જોતા હોઇએ છીએ. પરંતુ ઘણીવાર આપણે વીડિયો કે કંઇ જોયા વગર જ ફોરવર્ડ કરી દઇએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે દુનિયામાં સૌથી વધારે ફોલોવર છે જેના પ્રથમ 3-4 નામ જોશો તે તેમાં એક નામ મોદીનું પણ છે. કારણ કે મે આ તાકાતનો સદઉપયોગ કર્યો. સમાજની ભાવના સમજવાનો ઉપયોગ કર્યો. પરંતુ જે લોકો લોકો ચૂંટણી હારી રહ્યા છે અને મેદાન છોડી ચૂક્યા છે તે લોકો ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ફેક વીડિયો બનાવી રહ્યા છે. AIનો ઉપયોગ કરીને મારી અવાજમાં જ ખોટી ખોટા વીડિયો બનાવી રહ્યા છે. દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે તમને ફેક વીડિયો નજર આવે તો તમે પોલીસને કહો. અમારી પાર્ટીને કહો. ગુનેગારને બરાબરનો સબક શીખવવામાં આવશે.તેમણે કહ્યું મધ્યપ્રદેશમાં ચૂંટણી હતી તો અમિતાભ બચ્ચનના અવાજમાં જાહેરાતો ચલાવી હતી આખરે આ મામલે અમિતાભ બચ્ચને એફઆઇઆર કરવી પડી. આરોપી પકડાઇ ગયા. આથી આપણે જાગૃત રહેવાની જરૂર છે. ફેક માહિતી પર ભરોસો કરશો નહી.


  • Follow us on: