• લોકસભાની ચૂંટણીને લઇને બીજેપી દ્વારા પ્રચાર તેજ
  • પીએમ મોદીએ કર્ણાટકના બેલગાવીમાં સંબોધી જનસભા
  • રાજા રજવાડા વિરુદ્ધ નિવેદન અંગે રાહુલ ગાંધીને લીધા આડેહાથ

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. પીએમ મોદી સહિત દિગ્ગજો દ્વારા વિવિધ રાજ્યોમાં ચૂંટણી સભા ગજવવામાં આવી રહી છે. ત્યારે પીએમ મોદી આજે કર્ણાટક પહોંચ્યા હતા. કર્ણાટકના બેલગાવીમાં પીએમ મોદીએ સભા સંબોધીને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.

પ્રતિબંધિત આતંકી સંગઠનની મદદ લઇ રહ્યું છે- પીએમ મોદી
પીએમ મોદીએ સભા સંબોધન કરતા જણાવ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. જ્યારે બેંગ્લુરુ કેફેમાં બોમ્બ બ્લાસ્ટ થયો તો કોંગ્રેસે કોઇ ગંભીરતા ન દાખવી. તેઓએ એમ કહી દીધુ કે સિલિન્ડર ફાટ્યો હતો. પીએમ મોદીએ કડક શબ્દોમાં તેઓને વખોડતા કહ્યું કે તમારાથી થતુ ન હોય તો આ બધુ છોડ઼ીને ઘરે જતા રહો. સાથે જ તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે આતંકને પાળનારા પ્રતિબંધિત આતંકી સંગઠનની કોંગ્રેસ ચૂંટણીમાં મદદ લઇ રહ્યુ છે. એક સીટ માટે કોંગ્રેસ પીએફઆઇને સરેન્ડર થઇ ગયુ છે. સાથે જ તેમણે જણાવ્યું કે ભાજપે દેશ અને સમાજ વિરોધી પીએફઆઇ પર પ્રતિબંધ લગાવ્યો છે. 

રાહુલગાંધી પર આકરા પાણીએ પીએમ મોદી

રાહુલગાંધીએ રાજા રજવાડા વિરુદ્ધ આપેલા નિવેદન અંગે PM મોદીએ આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે કોંગ્રેસના શહેજાદાએ મહાન વ્યક્તિત્વનું અપમાન કર્યું છે. શું રાહુલગાંધીને ખબર છે ખરા કે મૈસૂર રાજઘરાનાનું યોગદાન શું હતું ? કોંગ્રેસના શહેજાદાનું આ નિવેદન સમજી વિચારીને વોટ બેંકની રાજનીતિ કરવા માટે, તુષ્ટિકરણ કરવા માટે આપેલુ  છે. ભારતના ઇતિહાસમાં જે અત્યાચાર નવાબોએ કર્યા, નિઝામોએ કર્યા, સુલતાનો એ કર્યા, બાદશાહોએ જે અત્યાચાર કર્યા તેની વાત કરવામાં શહેજાદાના મોઢા પર કેમ તાળા વાગી જાય છે અને તમે અત્યારે રાજા રજવાડા વિશે જેમ ફાવે તેમ બોલી રહ્યા છો ?

કોંગ્રેસને ઔરંગઝેબનો અત્યાચાર યાદ નથી આવતો ?
પીએમ મોદીએ કોંગ્રેસને સવાલ કર્યો કે જેણે સેંકડો મંદિરોને તોડ્યા અને મંદિરો અપવિત્ર કર્યા તે ઓરંગઝેબનો અત્યાચાર કેમ યાદ નથી આવતો. કોંગ્રેસ ઓરંગઝેબના ગુણગાન કરનારી પાર્ટીઓ સાથે ગઠબંધન કરે છે.આ લોકોને યાદ કેમ નથી આવતુ કે દેશભરમાં આપણા તીર્થનો તહેશનહેસ કર્યા, લૂંટ કરી, ગૌ હત્યા કરી. આ લોકોને નવાબ યાદ ન આવ્યા, કે જેમણે ભારતના વિભાજનમાં બહુ મોટી ભૂમિકા નિભાવી.

નવાબો વિરુદ્ધ બોલવાની કોંગ્રેસની હિંમત નથી- પીએમ મોદી
કોંગ્રેસને રાજા મહારાજાઓનું યોગદાન નથી યાદ આવતું, પણ વોટબેંકની રાજનીતિ માટે તેઓ રાજા રજવાડા વિરુદ્ધ બોલવાની હિંમત કરે છે. પરંતુ કોંગ્રેસ પાસે નવાબ, બાદશાહ અને સુલતાન વિરુદ્ધ બોલવાની હિંમત નથી.  કોંગ્રેસની આ માનસિકતા કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ જોવા મળી રહી છે. આજે આખો દેશ સમજી ગયો છે કે જ્યાં કોંગ્રેસ આવી ત્યાંથી વિકાસનું પલાયન શરૂ થઇ જાય છે.
  • Follow us on:

[[$googlead]]