- લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર તેજ
- પીએમ મોદી હરિયાણામાં કરી રહ્યા છે સભા સંબોધન
- ભિવાનીમાં ચૂંટણી સભા સંબોધી રહ્યા છે પીએમ મોદી
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી હાલ હરિયાણામાં સભા સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીએ ટીએમસી, અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
મમતા સરકાર પર કર્યા પ્રહાર
પશ્ચિમ બંગાળની હાઈકોર્ટનો નિર્ણય આવી ગયો છે અને પશ્ચિમ બંગાળમાં પણ એસસી-એસટીની અનામત વિરુદ્ધ ઈન્ડી જમાતનું ષડયંત્ર છે, ઓબીસી, તેમની અનામત વિરોધી પ્રવૃતિઓ એવી છે કે તેનો બાટલો ફૂટી ગયો છે..પીએમ મોદીએ કહ્યું કે બંગાળમાં મુસલમાનોને રાતોરાત ઓબીસી સર્ટી આપી દીધા હતા.જે અનામત ઓબીસીને મળવી જોઇએ તે ઘૂસણખોરોમાં આપી દેવાયા હતા. પાછલા 10 વર્ષમાં મુસલમાનોને અપાયેલા ઓબીસી અનામત સર્ટી રદ કરી દીધા. હવે જુઓ કે કોર્ટ ન હોતી તો શું થતુ. પરંતુ ઇન્ડિ. જમાત વાળાઓની માનસિકતા જુઓ, બંગાળની સીએમએ જાહેરાત કરી દીધી છે કે હાઇકોર્ટનો નિર્ણય નહી માને. તેઓ મુસલમાનોને અનામત આપીને જ રહેશે.
આ ચૂંટણી દેશના ભવિષ્યની ચૂંટણી
પીએમ મોદીએ જનસભા સંબોધતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે આ ચૂંટણી દેશના વડાપ્રધાનને પસંદ કરવાની ચૂંટણી છે. તમે વડાપ્રધાન નહીં પસંદ કરશો, તમે દેશનું ભવિષ્ય પણ પસંદ કરશો. એક તરફ, એક તરફ તમારો પરિચિત સેવક છે અને બીજી બાજુ કોણ છે તે ખબર નથી.









