• મહારાષ્ટ્રમાં પીએમ મોદીની જનસભા
  • પીએમ મોદી માઢામાં કરી રહ્યા છે સંબોધન
  • મરાઠી ભાષામાં સંબોધનની કરી શરૂઆત

લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી દ્વારા પ્રચારની કમાન સંભાળવામાં આવી છે. પીએમ મોદી એક બાદ એક રાજ્યોમાં જઇને સભા સંબોધી રહ્યા છે. બે દિવસ કર્ણાટકના પ્રવાસ બાદ આજે પીએમ મોદી મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રના માઢામાં તેઓ ચંટણી સભા સંબોધી રહ્યા છે.

કોંગ્રેસે તો માત્ર નારો જ આપ્યો -પીએમ મોદી

[[$googlead]]

પીએમ મોદીએ સંબોધનની શરૂઆત મરાઠીમાં કરી હતી. ત્યાર મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ હાજર જનમેદનીનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે મારો સમય તમારી સેવા માટે છે. 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.કોંગ્રેસે તો ગરીબી હટાવો માત્ર નારો આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસને 60 વર્ષ સુધી શાસન કરવાનો હક આપ્યો , દુનિયાના બધા દેશો બદલાઇ ગયા પરંતુ કોંગ્રેસ ખેતરોમાં પાણી પણ પહોંચાડી શકી નહી. 

[[$alsoread]]

રિમોર્ટ કંટ્રોલથી ચાલતી હતી સરકાર

પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે અઘાડી સરકાર હતી ત્યારે કેવી સ્થિતિ હતી. પરંતુ સચ્ચાઇથી અવગત કરાવવા માંગ છુ કે જ્યારે 10 વર્ષ રિમોર્ટ કંટ્રોલથી સરકાર ચાલતી હતી અહીના કદાવર નેતા કૃષિમંત્રી હતા..ત્યારે ખેડૂતોને સારા ભાવ મળતા ન હતા. મહારાષ્ટ્રના લોકો મોદી સરકારના 10 વર્ષ અને કોંગ્રેસ સરકારના 60 વર્ષનો તફાવત જોઈ રહ્યા છે. કોંગ્રેસ જે 60 વર્ષમાં નથી કરી શકી તે અમે 10 વર્ષમાં કરી બતાવ્યું છે.

કોંગ્રેસ તમારી સંપત્તિ છીનવી લેવા માંગે છે.

પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસના શેહજાદા કહી રહ્યા છે કે તમારી બેંક અને લોકરમાં કેટલુ સોનું અને પૈસા છે તેનો એક્સરે કાઢીશુ અને પછી તેને વહેંચી નાંખીશું. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એવા ટેક્સની વાત કરે છે કે મૃત્યુ પછી સંતાનોને મળનારી મિલકતને પણ છીનવી લેવા માંગે છે. તમારી મહેનતનો પૈસો લૂંટવાનો કોંગ્રેસનો ખતરનાક ઇરાદો છે. આ નક્સલ વાદીઓનો વિચાર છે.

આવા લોકોને વોટ આપવાની જરૂર શું છે ? - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યામાં 500 વર્ષ પછી રામમંદિર બન્યુ. તેનાથી દરેક વ્યક્તિ ખુશ છે પરંતુ કોંગ્રસ ન હતી. તેઓ કહી રહ્યા હતા કે રામમંદિર બનશે તો આગ લાગી જશે. શું આગ લાગી ખરા ? તમારો વોટ મજબૂત ભારત અને મજબૂત સરકાર માટે હોવો જોઇએ. આ લોકો પાસે 400 સાંસદ પહેલા હતા અને હવે આજે 250-275 લોકોને ચૂંટણી લડાવી શકતા નથી. જો સરકાર બનાવવાની હોય તો 272 બેઠક જોઇએ. પણ આ લોકોને લડાવી જ નથી રહ્યો તો સરકાર બનશે કેવી રીતે, જીતશે કેવી રીતે, આથી જે લોકો સરકાર બનાવવા લડી નથી રહ્યા તેમના માટે વોટ બરબાદ કરવાની જરૂર શું છે ?



  • Follow us on: