- પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની આજે 4 રેલી
- હાલ બૈરકપુરમાં તેઓ સંબોઘી રહ્યા છે જનસભા
- અર્જુનસિંહના સમર્થનમાં પીએમ મોદીની જનસભા
ઝલોકસભા ચૂંટણી અંતર્ગત અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં મતદાન થયું છે. હવે ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થવાનું છે. જેમાં પશ્ચિમ બંગાળની 8 બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે બાકીની બેઠકો પર ચૂંટણીને લઇને પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.પીએમ મોદી પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં જન સભા સંબોધતા તેમણે ટીએમસી, કોંગ્રેસ અને ડાબેરીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. મમતા સરકાર પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓને બીજા વર્ગના નાગરિક બનાવવામાં આવ્યા છે.
ટીએમસી પર વરસ્યા પીએમ મોદી
પીએમ મોદીએ જનસભા સંબોધતા કહ્યું કે ટીએમસી બંગાળમાં રામનું નામ લેવા દેતી નથી. રામનવમી પણ ઉજવવા દેતી નથી.સાથે જ વધુમાં પીએમ મોદીએ જણાવ્યું કે વોટ બેંકની રાજનીતિએ સીએએ જેવા માનવતાની રક્ષા કરતા કાયદાઓને વિલન બનાવી દીધો છે. સીએએ કાયદો પીડિતોને નાગરિકતા આપવાનું કામ કરે છે. તેનાથી કોઇની નાગરિકતા છીનવાતી નથી. પરંતુ કોંગ્રેસ અને ટીએમસી જેવા પક્ષો જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. આ લોકો વિભાજનના પીડિતોને તેમનો હક આપવાનો વિરોધ કરે છે. આ લોકો સીએએ કાયદો ખતમ કરવાની વાત કરે છે પરંતુ ટીએમસી હોય કે કોંગ્રેસ કે પછી હોય ઇન્ડિ ગઠબંધન. હું ડંકાની ચોટ પર 5 ગેરંટી આપી રહ્યો છું. જ્યાં સુધી મોદી છે ધર્મના આધાર પર અનામત નહી આપવામાં આવે. બીજી ગેરટી, જ્યાં સુધી મોદી છે એસસી, એસટી અને ઓબીસીનું આરક્ષણ સમાપ્ત કોઇ નહી કરી શકે. ત્રીજી ગેરંટી, જ્યાં સુધી મોદી છે રામનવમી, રામ ભગવાનની પૂજા કરવાથી તમને કોઇ રોકી નથી શકે. ચોથી ગેરંટી, જ્યાં સુધી મોદી છે રામમંદિર પર સુપ્રિમ કોર્ટનો જે નિર્ણય છે તે નિર્ણયને કોઇ પલટી સકશે નહી. પાંચમી ગેરંટી આપતા કહ્યું કે જ્યાં સુધી મોદી છે સીએએ કાયદોને પણ કોઇ રદ્દ નહી કરી શકે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
બંગાળમાં સાવધાન રહેવાની જરૂર
PM મોદીએ કહ્યું કે ટીએમસીના શાસનમાં પશ્ચિમ બંગાળમાં બોમ્બ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે. ઘૂસણખોરો ટીએમસીના રક્ષણ હેઠળ ફૂલીફાલી રહ્યા છે. બંગાળમાં મમતા સરકાર રામનું નામ લેવા દેતી નથી. આ સરકાર બંગાળમાં રામનવમી ઉજવવા દેતી નથી. આ વખતે અહીંની તસવીર બતાવે છે કે બંગાળમાં આ વખતે કંઈક અલગ જ વાતાવરણ છે. કંઈક અલગ જ થવાનું છે. વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ અને ડાબેરીઓએ રામ મંદિર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસના લોકો કહે છે કે મોદી વિરુદ્ધ વોટ જેહાદ કરો. આ લોકો કહી રહ્યા છે કે મુસ્લિમોને સંપૂર્ણ અનામત આપવી જોઈએ. કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોને ઓબીસી અનામત આપી. પીએમએ કહ્યું કે બંગાળના લોકોએ ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે.
પાઇ પાઇનો હિસાબ લેવાશે- પીએમ મોદી
પીએમ મોદીએ જનસભા સંબોધતા કહ્યું કે ટીએમસી બંગાળમાં રામનું નામ લેવા દેતી નથી. રામનવમી પણ ઉજવવા દેતી નથી. કેગ રિપોર્ટનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ટીએમસીએ કરોડો રૂપિયાનો કોઇ હિસાબ આપ્યો જ નથી. 2 લાખ 30 હજાર કરોડ રૂપિયાનો હિસાબ આપ્યો જ નથી. આ પૈસા ક્યાં અને કેવી રીતે ખર્ચ થયો તેનો હિસાબ નથી. આ બહુ મોટો ગોટાળો છે. ટીએમસી એટલી ભ્રષ્ટપાર્ટી છે તેનું બીજુ ઉદાહરણ છે ટીચર ભરતી સ્કેમ. આ મામલે કોર્ટે પણ કહેવુ પડ્યુ કે આ સ્કેમ પાછળ સરકારી મશીનરી છે. મોદી બંગાળમાં થયેલી આ લૂંટની પાઇ પાઇનો હિસાબ લેશે. નોટોના પહાડ મળી રહ્યા છે તેમને છોડવામાં નહી આવે. ભ્રષ્ટાચારના પીડિત દરેક બંગાળ વાસીઓને કહું છું કે કોઇ પણ ભ્રષ્ટાચારી બચવાનો નથી.









