• લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ
  • સાતમા તબક્કાનું 1 જૂને મતદાન 
  • પીએમ મોદી ઝારખંડમાં સભા સંબોધી

લોકસભાની ચૂંટણીને લઇને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. ત્યારે બાકીની બેઠકો પર મતદાનને લઇને ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.  પીએમ મોદી ઝારખંડના દુમકામાં જનસભા સંબોધી હતી. મોદી અહીં હેમંત સોરેનના ભાભી સીતા સોરેન કે જેઓ બીજેપી ઉમેદવાર છે. તેમના સહિત અન્ય બે બેઠકોના ભાજપના ઉમેદવારોના  સમર્થનમાં જનસભા સંબોધી હતી.  પીએમ મોદીએ કહ્યુ કે 4 જૂન બાદ નવી સરકાર બનાવશે. સાથે જ તેમણે 3 કરોડ નવા ઘર ગરીબો માટે બનાવશે તેવો વાયદો પીએમ મોદીએ કર્યો હતો. 

JMM -કોંગ્રેસ પર વરસ્યા પીએમ મોદી 

[[$googlead]]

પીએમ મોદીએ સંબોધન કરતા વધુમાં જણાવ્યું કે ઝારખંડમાં સુંદર પહાડો છે પણ ઝારખંડની ચર્ચા નોટોના પહાડ માટે થઇ રહી છે. ક્યાંક 35 કરોડ તો ક્યાંક 500 કરોડ રૂપિયા મળી આવે છે..પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મેં મારી સફરમાં ક્યારેય આવો નોટોનો પહાડ જોયો નથી. પીએમ મોદીએ સવાલ કર્યો કે આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કરોડોના ટેન્ડરના ગોટાળા, દારૂ સ્કેમ અને ખાણ ખનીજના ખનન ગોટાળાથી પૈસા આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ લોકોએ જમીનો હડપવા માટે માતા પિતાનું નામ બદલી લીધું. સેના કે જેનુ દરેક લોકો સન્માન કરે છે. આ લોકોએ તેમની જમીન પણ લૂંટી.JMM વાળાઓએ તમારી થાળીનું અનાજ લૂંટી દીધુ છે. આ લોકો ઘરમાં પાણી પહોંચાડવા જલ જીવન મિશનમાં પણ ભ્રષ્ટાચાર કર્યો. 

[[$alsoread]]

ભ્રષ્ટાચારીઓ પર સકંજો કડક થશે 

PM મોદીએ કહ્યું કે 4 જૂન બાદ ભ્રષ્ટાચારીઓ સામે વધુ કડક કાર્યવાહી થશે. સાથે જ ઇન્ડિ ગઠબંધન પર પ્રહાર કરતા જણાવ્યું કે જ્યાં સુધી કોંગ્રેસ સત્તામાં રહી ત્યાં સુધી નક્સલવાદ ફુલ્યો ફાલ્યો રહ્યો. નક્સલવાદની આગમાં સૌથી વધારે આદિવાસી પરિવાર સૌથી વધારે મુશ્કેલીમાં આવ્યો. તેમણે વધુમાં કહ્યું કે ઘણા વિસ્તારોમાં આદિવાસીઓની સંખ્યા ઝડપી ઘટી રહી છે અને ઘૂસણખોરોની સંખ્યા વધી રહી છે.  આદિવાસી દિકરીઓને નિશાનો બનાવનારા કોણ છે? કેમ આવા લોકોને JMM પોષી રહી છે. 

  • Follow us on: