• લોકસભાની ચૂંટણીને લઇને બીજેપીનો પ્રચાર તેજ
  • પીએમ મોદી તેલંગણામાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર
  • પીએમ મોદી મંદિરમાં પૂજા કર્યા બાદ સંબોધી જનસભા

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પ્રચાર તેજ કર્યો છે. હવે આગામી તબક્કાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદી તેલંગણાના કરીમનગરમાં પ્રચાર કરવા પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ બીઆરએસ અને કોંગ્રેસ પાર્ટીને લઇને નિશાન સાધ્યું હતું. 

ભ્રષ્ટાચારથી જોડાયેલી કોંગ્રેસ-બીઆરએસ પાર્ટી

[[$googlead]]

તેલંગણામાં કોંગ્રેસ અને બીઆરએસ ફેમિલી ફર્સ્ટ લઇને ચાલે છે. બાય ધ ફેમિલી, ફોર ધ ફેમિલી, ઓફ ધ ફેમિલી એજ તેમની રમત છે. કોંગ્રેસ અને બીઆરએસમાં કોઇ અંતર નથી. તેઓ એક સિક્કાની જ બાજુ છે.કોંગ્રેસ અને બીઆરએસને ભ્રષ્ટાચાર જોડે છે. ફેમિલી ફર્સ્ટની આ નીતિને કારણે પી.વી નરસિમ્હા રાવનું અપમાન કર્યુ. કોંગ્રેસ કાર્યાલયમાં એન્ટ્રી પણ ન આપી. જ્યારે એનડીએ સરકારે પી.વી નરસિમ્હારાવને ભારત રત્નથી સન્માનિત કર્યા. મને તેમના પરિવાર સાથે મુલાકાત કરવાનો મોકો મળ્યો જે મારા માટે સૌભાગ્યની વાત છે. 

[[$alsoread]]

કોંગ્રેસ દરેક સમસ્યાની જનની છે- પીએમ મોદી 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે પરિવાર માટે દેશને ડૂબાડ્યો છે.  પણ કોંગ્રેસ અને બીઆરએસના ગઠબંધનથી તેલંગણાને બચાવવાનું છે. કોંગ્રેસે દેશના સામર્થ્યને સમાપ્ત કરી દીધું. ુપીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર કોંગ્રેસ અને બીઆરએસનું કોમન કેરેક્ટર છે. બીઆરએસ વાળા કોંગ્રેસ પર કેશ ફોર વોટનો આરોપ લગાવતા હતા પરંતુ સત્તામાં આવ્યા પછી તપાસ તો કરાવી નહી. 

RRR કરતા પણ વધારે RR ટેક્સનું કલેક્શન

PM મોદીએ ત્રિપલ આર ફિલ્મનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ ફિલ્મની કમાણી કરતા પણ વધારે બીઆરએસ પાર્ટી ડબલ આરનું ટેક્સ વસૂલીને લૂંટે છે. પીએમ મોદીએ કહ્યું કે RR નો ખેલ જોત જોતામાં તબાહ કરી દેશે.

અંબાણી અદાણીને કોંગ્રેસે રાતોરાત ગાળો આપવાનું કેમ બંધ કર્યુ ?

કોંગ્રેસના શહેજાદા સવારે ઉઠીને નવી માળા જપતા હતા. પાંચ વર્ષથી એક જ માળા જપતા હતા. પાંચ ઉદ્યોગ પતિ અને પછી ધીરે ધીરે અંબાણી અડાણી કહેવા લાગ્યા. પરંતુ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઇ છે કોંગ્રેસે અંબાણી અડાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું. હું તેલંગણાની ધરતી પરથી પૂછવા માગુ છેુ કે . શહેઝાદા જાહેર કરે કે આ ચૂંટણીમાં તેઓએ અંબાણી અદાણી પાસેથી કેટલો માલ ઉઠાયો છે ? ટેમ્પો ભરીને નોટો કોંગ્રેસ માટે પહોંચી છે કે શું ? શું સોદો થયો છે ? પાંચ વર્ષ સુધી અંબાણી અદાણીને ગાળો આપી અને હવે રાતોરાત ગાળો આપવાની બંધ કરી દીધી એનો મતલબ એમ કે કોઇને કોઇ ચોરીનો માલ રાતોરાત કોંગ્રેસને મળી ગયો છે.કોંગ્રેસે અંબાણી અદાણીને રાતોરાત ગાળો આપવાનું બંધ કરી દીધુ. જરૂર દાળમાં કંઇક કાળુ છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.


  • Follow us on: