- લોકસભાની ચૂંટણીને લઇને ભાજપનો પ્રચાર તેજ
- પીએમ મોદી મહારાષ્ટ્રમાં સંબોધી જનસભા
- મોદી જીવે છે ત્યાં સુધી ધર્મના નામે અનામત નહી- પીએમ મોદી
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પીએમ મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. નંદુબારમાં પીએમ મોદી ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા પહોંચ્યા છે. ત્યારે આ અંગે કર્ણાટકમાં ધર્મ આધારિત અનામત મામલે કોંગ્રેસ પર પીએમ મોદી વરસ્યા હતા.
કર્ણાટક મોડલ લાવવા માગે છે કોંગ્રેસ- પીએમ મોદી
પીએમ મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા કે વંચિતોના અધિકારોનો પીએમ મોદી ચોકીદાર છે. વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી ધર્મના આધારે અનામત નહી અપાય. કોંગ્રેસ દેશમાં કર્ણાટકનું મોડલ લાવવા માંગે છે. પીએમ મોદીએ સામ પિત્રોડાના નિવેદનને લઇને પણ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. પીએમ મોદીએ રામમંદિરના નિર્માણને લઇને કોંગ્રેસની ટિપ્પણી અંગે જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનું મારુ મંદિર જવુ ભારત વિરોધી લાગે છે. રામના દેશમાં રામમંદિરને દેશ વિરોધી જણાવી રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટી દેશની હિંદુ આસ્થા નાબૂદ કરવાનું ષડયંત્ર કરી રહી છે.
અમે તો માતા શબરીના પૂજારી છીએ. ઇન્ડિ ગઠબંધન મોદી પર 140 કરોડ દેશવાસીઓની આસ્થાને ઠેસ પહોંચા઼ડે છે. કોંગ્રેસ પાર્ટી દેશની હિંદુ આસ્થા નાબૂદ કરવાનું ષડયંત્ર કરી રહી છે. ભારતનો અસ્તિત્વનો આધાર રામથી છે. ભારતના ભવિષ્યના પ્રેરણાદાયી પણ પ્રભુ શ્રીરામ છે. જે લોકો દેશ છોડીને ભાગી ગયા છે તેઓ કાન ખોલીને સાંભળી લે. અમારી માતૃભૂમિ સ્વર્ગથી પણ સુંદર છે. આ લોકો એટલા અહંકારી છે કે ગરીબ તેમના માટે કોઇ લાગતા જ નથી,તેઓ સત્તામાં રહે તો ગરીબને ધિક્કારે છે.









