- ઉત્તર પ્રદેશમાં પીએમ મોદીની જનસભા
- શ્રાવસ્તીમાં પીએમ મોદીએ સંબોધી સભા
- સપા અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી આજે યુપીમાં ધુંઆધાર પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પીએમ મોદી યુપીના શ્રાવસ્તીમાં જનસભા સંબોધન કરવા પહોંચ્યા હતા. જે દરમિયાન તેમણે એસપી અને કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો.
પૈસા આપીને રેલીમાં બોલાવે છે વિપક્ષ- પીએમ મોદી
પીએમ મોદીએ સભા સંબોધન કરતા જણાવ્યું કે મે હાલમાં જ એક વીડિયો જોયો કે જેમાં લોકો સભા સ્ટેજ પર ચઢતા જોવા મળ્યા. ત્યારે આ ભાગદોડ જોઇને મે પૂછ્યુ કે આ શું છે. ત્યારે મને જાણવા મળ્યુ કે સપા અને કોંગ્રેસ વાળા પોતાની રેલીમાં લોકોને બોલાવવા કોન્ટ્રાક્ટ આપે છે. તેઓ વ્યક્તિ દીઠ પૈસા આપે છે. હવે કોન્ટ્રાક્ટ મુજબ તેઓને પૈસા મળે નહી તો શું તેઓ સ્ટેજ પર દોટ જ મૂકશે ને. એમ કહીને પીએમ મોદીએ કહ્યું કે જે લોકોની પાર્ટીના આવા હાલ છે તેઓ જનતાનું શું ભલુ કરવાના.









