- પીએમ મોદીનો વારાણસીમાં રોડ શો
- હજારો કિલો ફુલોથી કરવામાં આવ્યું સ્વાગત
- હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત
પીએમ મોદી 14મેના રોજ વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે તે અગાઉ જ પીએમ મોદી વારાણસી પહોંચી ગયા છે. આ રોડ શોની શરૂઆત લંકા ચાર રસ્તા સ્થિત મહામના પૂજ્ય મદન મોહન માલવીયજીની પ્રતિમાને પીએમ મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાશી આખુ દુલ્હનની જેમ સજાવાયુ છે. પીએમ મોદીના આગમનને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભગવા રંગની સાડીમાં આવી મહિલાઓ
PM મોદીના રોડ શોમાં સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. 5 થી 6 કિમીનો રોડ શો છે. લંકા ચોકથી રોડ શોની શરૂઆત થઇ છે. પીએમ મોદીના વાહનની આગળ ભગવા રંગની સાડી અને સાફો પહેરીને મહિલાઓ ચાલી રહી છે.
રોડ શૉમાં મિની ઇન્ડિયાની ઝલક
PM મોદીનો આ રોડ શો રવિદાસ ગેટ, આસી, શિવલ, મદનપુરા, ગોદૌલિયા થઈને કાશી વિશ્વનાથ ધામ ચક સુધી ચાલશે. આ રોડ શોમાં મિની ઈન્ડિયાની ઝલક પણ જોવા મળી રહી છે. પીએમ મોદીના રોડ શોમાં માલવિયા સ્ટેચ્યુથી કાશી વિશ્વનાથ ધામ સુધી 'મિની ઈન્ડિયા'ની ઝલક રજૂ કરવામાં આવી છે.. તમામ રાજ્યોના લોકો પરંપરાગત પોશાકમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું.
11 બીટ બનાવવામાં આવી છે
રોડ શો દરમિયાન પીએમ મોદીનું સમગ્ર રૂટમાં શંખ, ઢોલના તાલ અને મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતું. સમગ્ર રોડ શો દરમિયાન બનારસના કલાકારો પરફોર્મ કરી રહ્યા છે. બટુક પણ વૈદિક મંત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે. 11 પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. દરેક પોઇન્ટ પર પીએમ મોદીનું આગમન થતા જ ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે. . આ સાથે વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો, બનારસના કલાકારો લોકનૃત્ય અને લોકગીતો ગાશે અને વૈદિક મંત્રોચ્ચાર કરીને બટુક પીએમનું સ્વાગત કરવામાં આવ્યું. .









