- મધ્યપ્રદેશના બેતુલમાં પીએમ મોદીની જનસભા
- સાગર બાદ પીએમ મોદીની બેતુલમાં સભા
- કોંગ્રેસનો મેનિફેસ્ટો અને સામ પિત્રોડ઼ાના નિવેદનને લઇને પ્રહાર
લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે.પીએમ મોદી આજે સવારથી એક બાદ એક સભા સંબોધી રહ્યા છે. ત્યારે તેઓ અત્યારે મધ્યપ્રદેશના બેતૂલ પહોંચ્યા છે. તેઓએ સભા સંબોધન દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસની વોટ બેંક મજબૂત કરવાની તૈયારી- પીએમ મોદી
PM મોદીએ સભા સંબોધન કરતા જણાવ્યું કે તેલંગણામાં કોંગ્રેસના મંત્રીએ નામ આપીને કહ્યુ છે કે તેઓ મુસલમાનોને અનામત આપીને જ રહેશે. હવે કોંગ્રેસે દેશના લોકોની સંપત્તિ છીનવીને વોટ બેંકને મજબૂત કરવાની તૈયારી શરૂ કરી . જો કોઇ પાસે એકથી વધારે ઘર કે વાહન હશે તો કોંગ્રેસ કહે છે અમે એવો કાયદો બનાવીશું કે એકથી વધારે હશે તે છીનવી લેશે. તેઓ કહે છે કે દેશનો એક્સરે કરીશું. દેશની મહિલાઓ પાસે કેટલા ઘરેણા છે તેની પણ તપાસ કરાવીશું. મંગલસૂત્ર કેવી રીતે છીનવી લેવામાં આવે તેની યોજના બનાવવામાં આવશે. કોંગ્રેસ સોના ચાંદી ઝૂંટવીને કોંગ્રેસ પોતાની વોટબેંક મજબૂત કરવાનો ખેલ રમી રહી છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
એક વર્ષ એક પીએમની ફોર્મ્યૂલા બનાવી રહ્યુ છે ગઠબંધન- પીએમ મોદી
તેમણે ઇન્ડિ. ગઠબંધન પર પ્રહાર કરતા જણાવ્યુ કે ઇન્ડિ ગઠબંધનમાં ચર્ચા ચાલી રહી છે. કારણ કે મોદી વારંવાર પૂછે છે કે આટલો મોટો દેશે કોને સુપરત કરવો ? આ લોકો નામ જણાવવા તૈયાર નથી. આટલો મોટો દેશ કોને આપવો તેની જાણ દેશને હોવી જોઇએ . તેમણે કટાક્ષ કરતા જણાવ્યુ કે તમને ખબર છે ખરા કે ઇન્ડિ. ગઠબંધન કોના હાથમાં દેશ સુપરત કરવા માંગે છે. આ લોકો હજી તેનો જવાબ શોધી રહ્યા છે. તેઓ હવે કહે છે કે કોણ પ્રધાનમંત્રી બનશે તેની ફોમ્યૂલા બનાવી રહ્યા છે. તેઓ એક વર્ષ એક પીએમની ફોર્મ્યૂલા બનાવી રહ્યા છે.









