- રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે
- કે.એલ.શર્મા અમેઠીથી લડશે ચૂંટણી
- અમેઠીમાં સ્મૃતિ ઇરાની અને કે.એલ.શર્માની ટક્કર
ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકના કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત થઇ ચુકી છે. પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પરથી ઉતાર્યા છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યું,
'કેન્દ્રીય ચૂંટણી સમિતિ'ની બેઠકમાં, રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશના રાયબરેલીથી અને કિશોરી લાલ શર્માને લોકસભા ચૂંટણી, 2024 માટે અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
ઉમેદવારી ભરવાના સમયે સોનિયા ગાંધી તેમના પુત્ર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે હાજર રહેશે
ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી છે. ઉમેદવારી ભરવાના સમયે સોનિયા ગાંધી તેમના પુત્ર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે હાજર રહેશે. સોનિયા ગાંધીના પ્રતિનિધિઓ તેમના નામાંકન દરમિયાન કેએલ શર્મા સાથે હાજર રહે તેવી શક્યતા છે.
અમેઠી અને રાયબરેલીને ગાંધી પરિવારના પરંપરાગત વિસ્તારો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કિશોરી લાલ શર્મા કોણ છે, જેમને કોંગ્રેસે અમેઠીથી મેદાનમાં ઉતાર્યા છે.