- બીજા તબક્કાનું મતદાન નજીક આવી રહ્યું છે ત્યારે સૌથી ધનિક ઉમેદવારોની યાદી સામે આવી
- ઓલ્ડ મૈસૂર માંડયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વેંકટરમણ ગૌડાની વાર્ષિક આવક 16.28 કરોડ
- વેંકટરમણ ગૌડાની પત્ની કુસુમા ગૌડા પાસે 329.32 કરોડની ચલ-અચલ સંપત્તિ
દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તથા પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. હવે બીજા તબક્કાનું મતદાન નજીક આવી રહ્યું છે તેની વચ્ચે લોકસભાના બીજા તબક્કાના ચૂંટણી જંગમાં સૌથી અમીર ઉમેદવારોની યાદી સામે આવી છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર)ના એક રિપોર્ટ અનુસાર બીજા તબક્કાના સૌથી ધનાઢય ઉમેદવાર સ્ટાર ચંદ્રુ તરીકે પ્રસિદ્ધ અને કોંગ્રેસના ઉમેદવાર વેંકટરમણ ગૌડા છે જેમની કુલ નેટવર્થ રૂ. 600 કરોડથી વધુ છે.
એડીઆરના રિપોર્ટ અનુસાર સૌથી અમીર લોકસભાના ઉમેદવાર સ્ટાર ચંદ્રુની કુલ સંપત્તિ રૂ. 622.97 કરોડથી વધુની છે, જે તેણે લોકસભાના ઉમેદવારી પત્ર સાથે જોડેલા સોગંદનામામાં જણાવી છે. લોકસભાની ચૂંટણીમાં ઓલ્ડ મૈસૂર માંડયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વેંકટરમણ ગૌડાએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેની વાર્ષિક આવક 16.28 કરોડની છે.










