• 2019ની લોકસભા ચૂંટણીમાં દેશમાં સરેરાશ 67.40 ટકા જેટલું મતદાન નોંધાયું હતું

  • ચૂંટણી પંચ આ વખતની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા પર ભાર મૂકી રહ્યું છે
  • નવી દિલ્હી ખાતે ચૂંટણી પંચે રાજ્યોના ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક કરી

ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત દેશના 11 રાજ્યોમાં 2019ની લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય સરેરાશથી ઓછું મતદાન થયું હતું, જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ આ વખતની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા પર ભાર મૂકી રહ્યું છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે ચૂંટણી પંચે રાજ્યોના ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી, જેમાં પંચે એક રિપોર્ટ શૅર કરતા જણાવ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણીમાં 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશથી ઓછું મતદાન થયું હતું. તે ચૂંટણીમાં દેશમાં સરેરાશ 67.40 ટકા મતદાન નોંધાયું હતું. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી NCR, ગુજરાત, ઉત્તરાખંડ, તેલંગાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડમાં મતદાનની ટકાવારી તેનાથી નીચી રહી હતી.


  • Follow us on: