• નીતિશ અને તેજસ્વી એક જ ફ્લાઈટમાં દિલ્હી આવી રહ્યા છે
  • RJD નેતા તેજસ્વી યાદવ પટનાથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે
  • નીતિશ કુમાર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ વિસ્તારા વિમાનમાં દિલ્હી જવા રવાના થયા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવ પટનાથી દિલ્હી જવા રવાના થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે બંને નેતા એક જ ફ્લાઈટમાં દિલ્હી આવી રહ્યા છે. બંને પટનાથી નીકળ્યા બાદ એક તસવીર સામે આવી છે, જેમાં નીતિશ અને તેજસ્વી બેઠેલા જોવા મળે છે. આજે દિલ્હીમાં NDA અને INDIA એલાયન્સ બંનેની બેઠક યોજાવાની છે. આ સંદર્ભે બંને નેતાઓ દિલ્હી આવી રહ્યા છે.

દિલ્હી જતા પહેલા તેજસ્વીએ આપ્યું મોટું નિવેદન

[[$googlead]]

RJD નેતા તેજસ્વી યાદવ પટનાથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. પટના એરપોર્ટથી રવાના થતા પહેલા તેજસ્વી યાદવે કહ્યું, અમે ઈન્ડિયા બ્લોક સરકાર બનાવવાનો પ્રયાસ કરવા દિલ્હી જઈ રહ્યા છીએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નીતીશ કુમાર પણ આ ફ્લાઈટમાં દિલ્હી જઈ રહ્યા છે તો તેમણે હસીને કહ્યું, 'મને ખબર નથી કે નીતીશ પણ આ ફ્લાઈટમાં દિલ્હી જઈ રહ્યા છે કે નહીં.'

[[$alsoread]]

દિલ્હીમાં NDA અને ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે

આજે દિલ્હીમાં NDA અને ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ વિસ્તારા વિમાનમાં દિલ્હી જવા રવાના થયા. નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ ચૂંટણી પરિણામો પછી પહેલીવાર સાથે જોવા મળ્યા હતા એ પણ એક જ ફ્લાઇટમાં ચર્ચાઓએ જોર જમાવ્યુ છે. નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ એક જ વિમાનમાં સાથે દિલ્હી ગયા બાદ દેશના રાજકારણમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. ગઈકાલે જે રીતે પરિણામો આવ્યા અને બહુમતીના આંકડા ઘણા ઓછા હતા, તે પછી વિપક્ષો નીતીશ કુમાર પર પ્રહારો કરી રહ્યા છે અને તેમને નાયબ વડાપ્રધાન બનાવવાની ચર્ચાઓ થવા લાગી છે.

  • Follow us on: