• હવે નેતાઓ ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર ઓછો કરે છે
  • 2014થી ચૂંટણી ખર્ચમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે
  • ભારતમાં 96.6 કરોડ મતદારો સાથે, મતદાર દીઠ ખર્ચ આશરે 1,400 રૂપિયા હોવાનો અંદાજ

લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન થઈ ગયું છે. હજુ પાંચ તબક્કાનું મતદાન બાકી છે. લોકશાહીના મહાન પર્વનો ઉત્સાહ દરેક ગામ અને દરેક શેરીમાં જોવા મળે છે. આ ઉત્તેજના વચ્ચે ચૂંટણી ખર્ચને લઈને મોટો ખુલાસો થયો છે. જે એ વાતની પુષ્ટિ કરે છે કે લોકસભાની ચૂંટણી 2024 ખર્ચની બાબતમાં અગાઉના રેકોર્ડ તોડીને વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી બનવા જઈ રહી છે.

જે 2019માં ખર્ચવામાં આવેલા રૂ. 60,000 કરોડ કરતા બમણા છે

છેલ્લા 35 વર્ષથી ચૂંટણી સંબંધિત ખર્ચ પર નજર રાખતા એક NGOએ આ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, આ લોકસભા ચૂંટણીમાં અંદાજિત ખર્ચ 1.35 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે. જે 2019માં ખર્ચવામાં આવેલા રૂ. 60,000 કરોડ કરતા બમણા છે.

જાહેર સભા પાછળ વધુ ખર્ચ

આ ખર્ચમાં રાજકીય પક્ષો અને સંગઠનો, ઉમેદવારો, સરકાર અને ચૂંટણી પંચ સહિત ચૂંટણી સંબંધિત તમામ પ્રત્યક્ષ કે પરોક્ષ ખર્ચનો સમાવેશ થાય છે. પ્રારંભિક ખર્ચ અંદાજને રૂ. 1.2 લાખ કરોડથી સુધારીને રૂ. 1.35 લાખ કરોડ કર્યો છે. તેમાં ઈલેક્ટોરલ બોન્ડના જાહેર કર્યા પછીના આંકડા અને ચૂંટણી સંબંધિત તમામ ખર્ચના હિસાબનો સમાવેશ થાય છે.

ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ખર્ચા શરૂ થઈ જાય છે

હવે નેતાઓ ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર ઓછો કરે છે. તેના બદલે હવે તેઓ જાહેર સભાઓમાં વધુ ખર્ચ કરે છે. 2014થી ચૂંટણી ખર્ચમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. તેનું કારણ કોર્પોરેટ છે. આ સિવાય હવે કામદારો પર ઘણો ખર્ચ થાય છે. હવે સ્થાનિક નેતાઓ ઓછા, બહારના નેતાઓને વધુ ટિકિટ મળે છે. જેના કારણે ખર્ચ પણ વધે છે.

મતદાર દીઠ 1400 રૂપિયાનો અંદાજિત ખર્ચ

ચૂંટણીની જાહેરાત પહેલા જ ખર્ચ થવા લાગે છે. રાજકીય રેલીઓ, વાહનવ્યવહાર, કાર્યકરોની નિમણૂંક, બધું જ ખર્ચાય છે. તેમણે કહ્યું કે ચૂંટણીના સંચાલન માટે ચૂંટણી પંચનું બજેટ કુલ ખર્ચ અંદાજના 10-15 ટકા રહેવાની અપેક્ષા છે. ભારતમાં 96.6 કરોડ મતદારો સાથે, મતદાર દીઠ ખર્ચ આશરે 1,400 રૂપિયા હોવાનો અંદાજ છે.

અમેરિકન ચૂંટણીના ખર્ચ કરતાં પણ વધુ

આ ખર્ચ 2020ની યુએસ ચૂંટણીના ખર્ચ કરતાં વધુ છે, જે $14.4 બિલિયન અથવા અંદાજે રૂ. 1.2 લાખ કરોડ હતો. આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે પક્ષો ચૂંટણી પંચને ઓછો ખર્ચ બતાવે છે. જ્યારે ખર્ચ ઘણો વધારે છે.

ચાલો 2004 થી 2019 સુધીની લોકસભા ચૂંટણી પર થયેલા ખર્ચ પર એક નજર કરીએ... 

ચૂંટણી વર્ષ ખર્ચ ખર્ચ (કરોડોમાં)
2004 14000
200920,000
2014  30,000
2019
55,000+



  • Follow us on: