• દેશમાં લોકસભાની ચૂંટણી વચ્ચે પાકિસ્તાનનું ટ્વિટ
  • અરવિંદ કેજરીવાલના ફોટા પર કરી કમેન્ટ
  • ભાજપે આમ પાર્ટીનો કર્યો ઘેરાવો

દેશમાં લોકસભાની ચૂંટણીનો ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ રહ્યો છે. આજે છઠ્ઠા તબક્કાનું મતદાન છે. તેવામાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ હોય તેમ તેણે અરવિંદ કેજરીવાલના એક ફેમિલી વોટિંગ ફોટોમાં કમેન્ટ કરી હતી. પાકિસ્તાનની આ કમેન્ટ બદલ અરવિંદ કેજરીવાલે વળતો જવાબ આપ્યો હતો ત્યારે હવે ભાજપે આ મામલે આપ પાર્ટીનો ઘેરાવો કર્યો છે. ત્યારે પાકિસ્તાને શું કમેન્ટ કરી અને ભાજપે કેમ આપને ઘેરી આવો જાણીએ.

કેજરીવાલને પાકિસ્તાનનું સમર્થન !

પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને જાહેરમાં સમર્થન આપ્યું. થયુ એવું કે દિલ્હીમાં લોકસભા ચૂંટણી દરમિયાન, સીએમ અરવિંદ કેજરીવાલે તેમના પરિવાર સાથે પોતાનો મત આપતા ફોટો શેર કર્યો હતો, જેના પર પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન ફવાદ હુસૈન ચૌધરીએ ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતું કે શાંતિ અને સદ્ભાવનાએ નફરત અને ઉગ્રવાદની શક્તિઓને હરાવી જોઈએ. જે બાદ સીએમ કેજરીવાલ અને પાકિસ્તાનના પૂર્વ મંત્રી વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું.


બીજેપીએ આપને ઘેરી

ઇન્ડિ ગઠબંધન હેઠળ આવતી આપ પાર્ટીને પાકિસ્તાનનુ જાહેરમાં સમર્થન મળતા બીજેપીએ આપનો ઘેરાવો કર્યો હતો. વિરેન્દ્ર સચદેવાએ આ મામલે ટ્વિટ કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલની તરફેણમાં વોટ કરવાની આ પાકિસ્તાનની અપીલ છે. દિલ્હીના લોકો અને દેશવાસીઓ, ગૃહમંત્રી અમિત શાહના શબ્દોનો પુરાવો જુઓ, તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલના મોટા ભાગના સમર્થકો પાકિસ્તાનના છે તેનો બીજો પુરાવો છે, હજુ પણ સમય છે, સમજદારીપૂર્વક મત આપો!



  • Follow us on: