• પીએમની રેલીમાં સીએમ યોગી અને આરએલડી ચીફ જયંત ચૌધરી પણ હાજર
  • વડાપ્રધાન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રોડ શો પણ કરશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહારનપુરમાં જનસભાને સંબોધિત કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભા ચૂંટણી માટે યુપીથી રાજસ્થાન સુધી જોરદાર રેલીઓ કરી રહ્યા છે. મેરઠ બાદ આજે PM મોદી સહારનપુરથી ચૂંટણીનું રણશિંગુ ફૂંકી રહ્યા છે. PM મોદી પશ્ચિમ યુપીથી જ સમગ્ર દેશમાં રાજકીય તાપમાન વધારશે. પીએમની રેલીમાં સીએમ યોગી અને આરએલડી ચીફ જયંત ચૌધરી પણ હાજર છે. સહારનપુર લોકસભા બેઠક ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલી છે.

લોકસભા ચૂંટણીમાં તમામ પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે

[[$googlead]]

[[$alsoread]]

લોકસભા ચૂંટણીમાં તમામ પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી સભાઓમાં વ્યસ્ત છે. આજે પીએમ મોદી સહારનપુર અને અજમેરમાં રેલી કરશે. વડાપ્રધાન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રોડ શો પણ કરશે. તેઓ સાંજે 5 વાગ્યે ગાઝિયાબાદમાં હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહારનપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. PM મોદીએ કહ્યું કે વિપક્ષી પાર્ટી શક્તિની વિરુદ્ધ છે. તેમણે કહ્યું, "જેઓએ શક્તિનો નાશ કર્યો તેનું શું થયું તેનો ઉલ્લેખ પુરાણોમાં છે."

ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા

આતો માત્ર શરૂઆત છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયુ છે. ભ્રષ્ટાચાર પર કડક કાર્યવાહી ચાલુ રહેશે, મોદીની ગેરંટી. મોદી શું શું યોજનાઓ લાવ્યા તે બધાને ખબર છે. કામ ખૂબ થયું છે તે જોઈ શકાય છે. આ તો માત્ર શરૂઆત છે, હજુ ઘણું કરવાનું છે. હજુ તો આપણે દેશને ઘણો આગળ લઇ જવાનો છે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. ભારતનો બનેલો સામાન વિશ્વના ખૂણે ખૂણે ઓળખાશે. 

  • Follow us on: