- સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને લીધા આડેહાથ
- અમેઠીની વફાદારીને લઇને ઉઠાવ્યા હતા રાહુલગાંધીએ સવાલ
- કહ્યું હવે રાહુલ ગાંધીએ પરિવાર બદલી નાંખ્યો
અમેઠીથી બીજેપી ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને રાહુલ ગાંધી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યુ છે. અવારનવાર તેઓ એકબીજા પર નિવેદનો આપી રહ્યા છે. ત્યારે વધુ એકવાર સ્મૃતિ ઇરાનીએ રાહુલગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.
રાહુલ ગાઁધીને ગણાવ્યા નકામા
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે જે દિવસે રાહુલ ગાંધીએ વાયનાડથી ઉમેદવારી પત્ર ભર્યું તે દિવસે તેમણે લેખિતમાં લખ્યું અને જાહેર કર્યું કે વાયનાડ મારો પરિવાર છે. ત્યાં સુધી તો ઠીક પણ કર્ણાટકના એક નેતાએ ભાષણ આપ્યું કે જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે તમે વાયનાડથી ચૂંટણી કેમ લડી રહ્યા છો, તો તેમણે કહ્યું કે વાયનાડના લોકો વધુ વફાદાર છે.જે બાદ સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે તો પછી આપણે શું છીએ? 15 વર્ષ સુધી નક્કામા સાંસદને રાખ્યા. જીત્યા બાદ પણ તેઓ ગાયબ જ રહ્યા...અને હવે અમેઠીની વફાદારી પર સવાલો ઉઠી રહ્યા છે. મેં લોકોને રંગ બદલતા જોયા હતા, પરંતુ મેં પહેલીવાર રાહુલ ગાંધીને પરિવાર બદલતા જોયા છે. રાહુલે પોતાનો પરિવાર બદલી નાખ્યો છે.
મુસ્લિમ લીગનું સમર્થન રાહુલગાંધીને- સ્મૃતિ ઇરાની
સ્મૃતિએ વધુમાં કહ્યું કે વાયનાડથી ઉમેદવારી નોંધાવતા પહેલા રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગનું સમર્થન લીધું છે. કદાચ ત્યાં ચર્ચા થઈ હતી કે મુસ્લિમ લીગ પોતાનો ઝંડો નહીં બતાવે. કારણ કે રાહુલજીએ અહીં આવીને પ્રચાર કરવો છે અને દરેક મંદિરમાં જવું છે. મુસ્લિમ લીગે પણ એક શરતમાં કહ્યું કે જો હું મારો ઝંડો નહીં બતાવું તો તમારે (કોંગ્રેસ) પણ તમારો ઝંડો બતાવવાની જરૂર નથી. સ્મૃતિએ SDPI (PFIની રાજકીય પાંખ)નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, હવે રાહુલ ગાંધીની હાલત એવી થઈ ગઈ છે કે તેમને આતંકવાદી સંગઠનની મદદથી ચૂંટણી લડવી પડશે.









