• લોકસભાની ચૂંટણીને લઇને પક્ષપલટાનો દોર યથાવત
  • અમેઠીમાં કોંગ્રેસને ફટકો
  • કોંગ્રેસના પ્રદેશ સહ-સંયોજક વિકાસ અગ્રહરી ભાજપમાં જોડાયા

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સાત તબક્કાની સામાન્ય ચૂંટણી માટે 19 એપ્રિલથી મતદાન શરૂ થશે. જેને જોતા રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. નેતાઓના પક્ષ બદલવાથી લઈને રાજકીય નિવેદનો સુધીનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે અમેઠીમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.

અમેઠી બેઠક પર કોંગ્રેસને ઝટકો

[[$googlead]]

યુપીની અમેઠી લોકસભા સીટ પર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા, કેન્દ્રીય મંત્રી અને ઉમેદવાર સ્મૃતિ ઈરાનીની હાજરીમાં કોંગ્રેસના પ્રદેશ સહ-સંયોજક વિકાસ અગ્રહરી ભાજપમાં જોડાયા. ભાજપના જિલ્લા અધ્યક્ષ રામ પ્રસાદ મિશ્રાએ વિકાસ અગ્રહરીનો પક્ષમાં સમાવેશ કર્યો છે.

[[$alsoread]]

અમેઠીમાં કોંગ્રેસે જાહેર નથી કર્યા ઉમેદવાર

મહત્વનું છે કે કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ રહી ચૂકેલા રાજેશ્વર પ્રતાપ સિંહ ઉર્ફે નાનકે સિંહ પણ સ્મૃતિ સામે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સાથે ભાજપ સંગઠન પણ અમેઠીના ચૂંટણી જંગમાં પુરી તાકાતથી લાગેલું છે. જો કે કોંગ્રેસ-એસપી ગઠબંધને અમેઠીમાં હજુ સુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.

કોણ છે વિકાસ ?

વિકાસ રાહુલ ગાંધીના ચૂંટણી પ્રચારને સંભાળતા હતા. જગદીશપુરના રહેવાસી વિકાસ અગ્રહરીને કોંગ્રેસે રાજ્ય સહ-સંયોજક બનાવ્યા છે. વિકાસને બુધવારે જ યુપી કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના રાજ્ય સહ-સંયોજક બનાવવામાં આવ્યા હતા. તેઓ સોશિયલ મીડિયા વિભાગમાં હતા. જગદીશપુર વિધાનસભા ક્ષેત્રના રાણીગંજના રહેવાસી વિકાસ અગ્રહરીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સહ-સંયોજક બનાવવામાં આવ્યા હતા.. પરંતુ, તેઓ ભાજપમાં જોડાયા. ભાજપની સદસ્યતા લેતા વિકાસે કહ્યું કે સ્મૃતિ ઈરાનીના નેતૃત્વમાં અમેઠી દરેક ક્ષેત્રમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે.


  • Follow us on: