- મહારાષ્ટ્રમાં ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
- રાહુલ અને કોંગ્રેસે વીર સાવરકરનું અપમાન કર્યું: શાહ
- "કોંગ્રેસે કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો"
ગૃહમંત્રી અમિત શાહે સોમવારે મહારાષ્ટ્રના પાલઘરમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીને 'રાહુલ બાબા' ગણાવતા શાહે કહ્યું કે, તેમને, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહ માટે આમંત્રણ મળ્યું હતું. પરંતુ, આ લોકો ત્યાં ગયા ન હતા. તે પોતાની 'ભીંડી બજાર'ની વોટબેંકને લઈને ચિંતિત હતા.
મળતી માહિતી મુજબ, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ માત્ર રામ મંદિરનો મુદ્દો જ ઉકેલ્યો નથી પરંતુ તેના નિર્માણમાં પણ મદદ કરી છે. રાહુલ ગાંધીને અભિષેક સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ, વોટ બેંક ગુમાવવાના ડરથી તેઓ ગયા ન હતા. ભારતીય જનતા પાર્ટીને એવો કોઈ ડર નથી.










