- મધ્યપ્રદેશના મંડલામાં અમિતશાહનો ચૂંટણી પ્રચાર
- અમિતશાહે કલમ 370ને લઇને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
- કહ્યું જો સત્તામાં કદાચ આવી ગયા તો.કલમ 370ને અડતા નહી
લોકસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી મધ્યપ્રદેશના મંડલામાં હતા. અહીં તેમણે ચૂંટણીસભા સંબોધી. આ દરમિયાન તેમણે કોંગ્રેસને બરાબરની આડેહાથ લીધી હતી.
કલમ 370ને હાથ ન લગાડતા- અમિતશાહ
તેમણે કહ્યું કે આજે પણ કોંગ્રેસ પૂછે છે કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાની શું જરૂર હતી.. હું કોંગ્રેસ પાર્ટીને આજે કહું છું કે સપનામાં પણ તમે સત્તામાં નહીં આવી શકો પણ તમે ક્યારેય આવો તો પણ. કલમ 370 ને હાથ ન લગાડવો, આ ભાજપના કાર્યકરોનો નિર્ણય છે. આ કાશ્મીરને કોઇ ભારત પાસેથી કોઈ છીનવી નહીં શકે.આખા દેશમાં 10 વર્ષ કોંગ્રેસનું શાસન હતું. દરરોજ પાકિસ્તાન તરફથી મુશ્કેલી આવતી હતી. આલિયા -માલિયા-જમલિયામાં વારંવાર ઘૂસી જતા હતા, બોમ્બ બ્લાસ્ટ થતા હતા, પણ મનમોહન સિંહે એક શબ્દ ન ઉચ્ચાર્યો. પણ તમે 2014માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા, આતંકવાદીઓએ પુલવામા પર હુમલો કર્યો. 10 દિવસમાં અમે પાકિસ્તાનમાં ઘૂસીને ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક કરી.
અમિત શાહે રાહુલ ગાંધીને પૂછ્યો સવાલ
અમિત શાહે કહ્યું કે હું રાણી દુર્ગાવતીના ચરણોમાં નમન કરું છું. શંકર શાહ, રઘુનાથ શાહે પોતાની બહાદુરીથી સમગ્ર દેશમાં મધ્યપ્રદેશનું નામ રોશન કર્યું છે. આજે જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે બધા જાણે છે કે લોકસભાની ચૂંટણી નજીક છે. અહીંથી પણ એક પ્રતિનિધિ ચૂંટવાનો હોય છે. એક તરફ પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપના લોકો છે તો બીજી તરફ ઘમંડી ગઠબંધન છે. અમારો ઉદ્દેશ્ય ગરીબોને આગળ વધારવાનો છે. અમે કરોડો ગરીબો માટે કામ કર્યું, તો બીજી તરફ એવા લોકો હતા જેઓ પોતાના પરિવાર વિશે વિચારતા હતા. હું રાહુલ બાબાને પૂછવા માંગુ છું, શું તેમણે ક્યારેય કોઈ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા છે?









