• અસમના સીએમનું મહત્વનું નિવેદન
  • 400 પાર બેઠકને લઇને કહી મહત્વની વાત
  • કહ્યું પીઓકે પાછુ લઇને રહીશું

લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર તેજ બન્યો છે. ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણીને લઇને મેદાને ઉતર્યા છે. પીએમ મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિત ભાજપના દિગ્ગજો ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. ત્યારે અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક મહત્વનું નિવેદન આપ્યું છે.

આ વખતે 400 સીટ મળી તો..

[[$googlead]]

હિમંતા બિસ્વા સરમાએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે જ્યારે ભાજપને 300 સીટ મળી તો તેણે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યુ અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 સીટ જીતવામાં સફળ રહી તો મથુરામાં કૃષ્ણજન્મભૂમિ સ્થાન અને વારાણસીમાં મંદિર બનાવાવમાં આવશે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરને પણ પાછુ લઇશું.

[[$alsoread]]

પીઓકેને લઇને આપ્યું નિવેદન

હિમંતા સરમાએ કહ્યું કે જ્યારે કોંગ્રેસની સરકાર સત્તામાં હતી તો અમને કહેવામાં આવ્યુ કે એક કાશ્મીર ભારતમાં છે અને એક પાકિસ્તાનમાં છે. સંસદમાં આ વાતની ચર્ચા પણ ન થઇ કે પીઓકે વાસ્તવમાં અમારુ છે. હવે પીઓકેમાં દરેક દિવસે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે અને પાકિસ્તાનમાં લોકો ભારતનો તિરંડો લઇને પાકિસ્તાની સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. જો મોદી જીને 400 સીટ મળી તો પીઓકે ભારતનો ભાગ હશે અને તેની શરૂઆત પણ થઇ જ ગઇ છે.

પીઓકે ભારતનો ભાગ હતું અને રહેશે- જયશંકર

ઉલ્લેખનીય છે કે પીઓકેમાં છેલ્લા ઘણા દિવસોથી જોરદાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. પીઓકેના લોકો લોટના ભાવમાં વધારો, વીજળીના બિલના વધતા દર, સબસિડીમાં ઘટાડો જેવી માગણીઓને લઇને પાકિસ્તાન સરકારનો વિરોધ કરી રહ્યા છે. પીઓકેમાં ચાલી રહેલા વિરોધને લઇને અંગે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે પીઓકે હંમેશા ભારતનો હિસ્સો હતો અને રહેશે.


  • Follow us on: