• મતદાન કરવા લોકોને પ્રેરિત કરવાનો અનોખો પ્રયાસ
  • નાગપુરમાં બનાવવામાં આવ્યુ જંગલ થીમ મતદાનમથક
  • વાંસ અને ગામઠી શૈલીના થયા દર્શન

લોકસભાની ચૂંટણીને લઇને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ મતદાન કરવા લોકો પ્રેરાય તે માટે પણ ખાસ વ્યવસ્થા અને અનોખો અંદાજ અપનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે વાત કરીએ અનોખા મતદાન કેન્દ્રની. કે જેને પર્યાવરણની થીમ પર બનાવવામાં આવ્યું છે.

જંગલ અને વાંસની થીમ પર મતદાન કેન્દ્ર

[[$googlead]]

મહારાષ્ટ્રના નાગપુરનુ એક મતદાન મથક કે જ્યાં વાંસ અને જંગલની થીમ પર મતદાન મથક બનાવવામાં આવ્યુ છે. આ મતદાન મથકમાં વાંસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં પ્રવેશો એટલે એમ લાગે કે જાણે જંગલમાં આવ્યા. આ ઉપરાંત અહીં લોક નૃત્ય પણ કરતા લોકો જોવા મળ્યા હતા. હાથથી અનાજ દળતી મહિલા પણ જોવા મળી હતી. લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવે તે માટે ખાસ અલગ જ પ્રકારનું મતદાન મથક બનાવવામાં આવ્યુ હતું કે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

[[$alsoread]]

નાગપુરથી 50કિમી દૂર આવેલુ છે રામટેક

આ દ્રશ્યો હતા મહારાષ્ટ્રમા નાગપુરમાં આવેલી રામટેક લોકસભા બેઠકના. નાગપુર શહેરથી રામટેક જિલ્લાનું અંતર લગભગ 50 કિલોમીટર છે. રામટેક પહાડોની વચ્ચે આવેલું છે. અહીં ભગવાન શ્રી રામનું મંદિર પણ છે. આ વિસ્તારમાં સુર નદી પણ વહે છે. જો રામટેક સીટના રાજકીય માહોલની વાત કરીએ તો અહીં 1957માં પહેલીવાર લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આઝાદી બાદ 1952માં દેશમાં પહેલીવાર લોકસભાની ચૂંટણી થઈ ત્યારે આ બેઠક અસ્તિત્વમાં આવી ન હતી.


  • Follow us on: