- લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી દ્વારા પ્રચાર તેજ
- તેલંગણામાં ચૂંટણી પ્રચાર પહેલા કરી પૂજા અર્ચના
- શ્રી રાજા રાજેશ્વર સ્વામી દેવસ્થાનમાં કરી પૂજા
લોકસભાની ચૂંટણીને લઇને ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. ત્યારે હવે બાકીના તબક્કાની ચૂંટણી માટે પીએમ મોદીએ પ્રચાર તેજ કર્યો છે. ત્યારે પીએમ મોદી આજે તેલંગણાના પ્રવાસે છે. તેલંગણામાં 13મેના રોજ મતદાનને લઇને તેઓ પ્રચાર કરવા નીકળ્યા છે. પરંતુ તે પહેલા તેમણે જેશ્વર સ્વામી મંદિરમાં પૂજા પાઠ કર્યા હતા.
મોદીની શિવભક્તિ
મહત્વનું છે કે આપણે સૌ પીએમ મોદીની શિવભક્તિથી પરિચિત છીએ.ત્યારે કરીમનગરના વેમુલાવાડા ખાતે આવેલા શ્રી રાજા રાજેશ્વર સ્વામી મંદિરમાં પીએમ મોદીએ પૂજા કરી હતી. નંદીની પૂજા કરતા પીએમ મોદી જોવા મળ્યા હતા.
શ્રી રાજા રાજેશ્વર સ્વામી મંદિર વિશે મહત્વની વાતો
- આ મંદિર વાસ્તુકલા માટે પ્રસિદ્ધ છે.
- પરિસરમાં એક દરગાહ પણ છે.
- સૂર્ય દેવના મંદિરમાં પૂજા કરવાની માન્યતા
- દક્ષિણના કાશીના રૂપમાં માન્યતા પ્રાપ્ત
મહત્વનું છે કે તેલંગણામાં પીએમ મોદીની આજે બે જનસભા છે. તેઓ કરીમનગરમાં તેઓ જનસભા સંબોધવાના છે.









