• લોકસભાની ચૂંટણીને લઇને મોદીની ગેરંટી છે મુખ્ય સૂત્ર
  • આસામમાં સીએમ બિસ્વાએ આપ્યું નવુ સૂત્ર
  • કહ્યું, મોદીની ગેરંટીને મામાની વોરંટી દ્વારા પુરી કરવામાં આવશે 
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપનું સૂત્ર છે મોદીની ગેરંટી. આ સૂત્ર સાથે જ ઠેર ઠેર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે નવુ એક સૂત્ર સામે આવ્યું છે અને તે છે મામાની વોરંટી.

અસમમાં મામાની વોરંટી

ભાજપના લોકપ્રિય ચૂંટણી પ્રચાર સૂત્ર 'મોદીની ગેરંટી' પછી, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ 'મામાની વોરંટી' સૂત્ર અપનાવ્યું છે. તેમના મતે આ એક વધારાની ખાતરી હશે કે મતદારોને સરકાર તરફથી સુઆયોજિત લાભો મળશે. સરમાએ ટ્વિટર પર લખ્યું કે જ્યારે અમે વચનો આપીએ છીએ ત્યારે તે માત્ર કાગળો પર નથી હોતા. પરંતુ તેનો દરેક શબ્દો પૂરો કરવાની પ્રતિબદ્ધતા હોય છે. 2024 માટે અસમના લોકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે મોદીની ગેરંટીને મામાની વોરંટી દ્વારા પુરી કરવામાં આવશે.

ભાજપ માટે એક જ ઉમેદવાર, તે છે નરેન્દ્ર મોદી

હિમંત આસામમાં મામા તરીકે ઓળખાય છે. તે ઘણીવાર પોતાને મામા તરીકે સંબોધે છે અને સ્થાનિક ભાષામાં તેના યુવાન પ્રશંસકોને ભગીના-ભગિની (ભત્રીજા અને ભત્રીજી) તરીકે બોલાવે છે. મહત્વનું છે કે સરમા ઉપલા આસામના જિલ્લાઓમાં પ્રચાર કરી રહ્યા છે જ્યાં પ્રથમ તબક્કામાં (એપ્રિલ 19) સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. આસામમાં પ્રચારની શરૂઆતમાં સરમાએ કહ્યું હતું કે ભાજપ માટે એક જ ઉમેદવાર છે, નરેન્દ્ર મોદી. તેમના મતે આ વર્ષની ચૂંટણીમાં અન્ય લોકો માત્ર મોદીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

  • Follow us on: