• લીકર પોલિસી સ્કેમ મામલે કેજરીવાલ છે જેલમાં
  • સીએમ કેજરીવાલે રાજીનામુ ન આપતા બીજેપીએ કર્યા પ્રહાર
  • બાંસુરી સ્વરાજે કહ્યું દિલ્હીની જનતાને નુકસાન પહોંચાડવાનું બંધ કરો

લીકર પોલિસી સ્કેમને લઇને આપ સીએમ અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં બંધ છે. ત્યારે બીજેપી નેતા બાંસુરી સ્વરાજે દિલ્હી સીએમને લઇને ધારદાર પ્રહાર કર્યો છે. સીએમ કેજરીવાલે રાજીનામુ ન આપવા પર આકરુ વલણ દાખવ્યુ હતું.

દિલ્હી દેશનું દિલ છે- બાંસુરી સ્વરાજ

[[$googlead]]

બાંસુરી સ્વરાજે કહ્યું કે દિલ્હી દેશની રાજધાની છે. દિલ્હી દેશનું દિલ છે અને આ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે સીએમ કેજરીવાલ સત્તાના મોહમાં એટલા મદમસ્ત છે કે જેલમાં રહીને પણ સરકાર ચલાવવા આતુર છે. તેમને સીએમની ખુરશી છોડવી નથી.

[[$alsoread]]

શું આમ આદમી પાર્ટીમાં પ્રતિભાનો દુકાળ છે - બાંસુરી સ્વરાજ

ભાજપના ઉમેદવારે સવાલ ઉઠાવ્યો કે શું આમ આદમી પાર્ટીમાં પ્રતિભાનો દુકાળ છે? તમારી પાસે 60 થી વધુ ધારાસભ્યો છે. શું તેમાંથી એક પણ મુખ્યમંત્રી બનવા લાયક નથી? તમે દિલ્હીના લોકોને નુકસાન પહોંચાડવાનું બંધ કરો. તમારી પાર્ટીમાંથી એક પસંદ કરો અને દિલ્હીના લોકોને નુકસાન પહોંચાડવાનું બંધ કરો.

નૈતિકતાના ધોરણે રાજીનામુ આપી દેવુ જોઇએ- બાંસુરી સ્વરાજ

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બાંસુરી સ્વરાજે આ મામલે નિવેદન આપ્યું હતું,.  દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.  ત્યારે બીજેપી નેતા બાંસુરી સ્વરાજે કહ્યું હતું કે  આ નિર્ણય સાથે દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અરવિંદ કેજરીવાલ દારૂના કૌભાંડમાં મહત્વની ભૂમિકા છે. કોર્ટે EDના તમામ તથ્યો પર ધ્યાન આપ્યું... અન્ય તમામ પુરાવાઓ જોયા બાદ દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે... હાઈ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની ધરપકડ બિલકુલ ગેરકાયદેસર નથી, તે 100% સાચી છે... મને લાગે છે કે અરવિંદ કેજરીવાલે નૈતિક ધોરણે રાજીનામું આપવું જોઈએ.

  • Follow us on: