• 4 જૂને ભારતનું ભાવિ થશે નક્કી
  • 4 જૂન જ્યોતિષની દ્રષ્ટિએ પણ મહત્વની
  • સર્જાશે મહત્વનો સંયોગ
ભારતીય રાજનીતિના ભવિષ્ય માટે 4 જૂન મહત્વનો દિવસ છે. ત્યારે 4 જૂનનો આ દિવસ જ્યોતિષોની દ્રષ્ટિએ વિશેષ રહેવાનો છે. 4 જૂનના દિવસે 6 ગ્રહ મળીને એક દુર્લભ સંયોગ બનાવવા જઇ રહ્યા છે.
6 ગ્રહોનો દુર્લભ સંયોગ
4 જૂનના દિવસે શનિ, નેપચ્યૂન, મંગળ, યૂરેનસ, બુધ, ગુરુ આ છ ગ્રહો સર્ક્યુલર લાઇનમાં દેખાશે.. જ્યોતિષના મુજબ આ સંયોગ રાશિઓ પર પ્રભાવ પાડનારો હોઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ 6 ગ્રહોમાંથી 4 ગ્રહોને નરી આંખે જોઇ શકાશે.

શું આ સંયોગ નરી આંખે દેખાશે ?
આ બધા ગ્રહો સૂર્યોદય પહેલા આકાશમાં દેખાશે. જેમાં માત્ર યુરેનસ અને નેપ્ચ્યુનને જોવા માટે તમારે ટેલિસ્કોપની મદદ લેવી પડશે, પરંતુ બાકીના ચાર ગ્રહોને તમે કોઈપણ ટેલિસ્કોપ વિના જોઈ શકાશે. સૂર્યોદય પહેલા આકાશમાં આ બધા ગ્રહોને સર્ક્યુલર ફોર્મમાં એક સાથે જોવાનો લ્હાવો મળશે. જેમાં બુધ અને ગુરુ સૌથી નજીક હશે. જે લાલ રંગનો ગ્રહ દેખાય તે હશે મંગળ અને તેની ઉપર નેપચ્યૂન દેખાશે. છેક ટોચ પર શનિ ગ્રહ દેખાશે.

રાજનીતિ માટે કેમ 4 જૂન ખાસ ?
મહત્વનું છે કે આ દુર્લભ સંયોગ દાયકામાં એક જ વાર બને છે. હવે આ દિવસે જ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. 7 તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી તેનું પરિણામ જાહેર થવાનું છે. એટલે કે દેશનું ભાવિ કોના હાથમાં જશે તે નક્કી થશે. આ કારણોસર પણ રાજનીતિના ભવિષ્યના દ્રષ્ટિકોણથી 4 જૂનની તારીખ ખાસ છે.

  • Follow us on: