• હિમાચલના મંડીથી બીજેપી ઉમેદવાર કંગના રનૌત
  • કંગનાએ કોંગ્રેસ પર ફરી એકવાર સાધ્યુ નિશાન
  • કોંગ્રસ નેતા વિક્રમાદિત્ય પર કર્યો કટાક્ષ

હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાની ચૂંટણીમાં કંગના રનૌતને ઉમેદવાર બનાવતા હમણા વધુ લાઇમલાઇટ છે. ત્યારે કંગના રનૌત પણ ચૂંટણી પ્રસારને લઇને વ્યસ્ત બની છે. ત્યારે પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહેનારી કંગનાએ વધુ એકવાર કોંગ્રસને લઇને નિવેદન આપ્યું છે.

કંગના રનૌતે બોલ્યા વિના કર્યા પ્રહાર

[[$googlead]]

આ દરમિયાન મંડી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે તેમનું નામ લીધા વિના હિમાચલ પ્રદેશ સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા વિક્રમાદિત્ય સિંહ પર પ્રહારો કર્યા છે. તેણે સીધો પડકાર આપ્યો છે અને કહ્યું છે કે કોઈના માતા-પિતાની જવાબદારી નથી કે તેને ડરાવી-ધમકાવીને મોકલી દેવામાં આવે.

[[$alsoread]]

કંગના રનૌતનો કોંગ્રેસ પર ટોણો!

મંડી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે કોંગ્રેસ નેતા વિક્રમાદિત્યનું નામ લીધા વગર વધુમાં કહ્યું કે, મને દરેક જગ્યાએ આવા રાજા બેટા મળ્યા છે. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાજાના ઘણા બેટાને મળી ચૂકી છું. જેમની સામે મેં મુંબઈમાં પણ અવાજ ઉઠાવ્યો હતો. આવા રાજા બેટાઓને મને નહી પરંતુ મારી ફિલ્મોએ જ તેમને ગાયબ કરી દીધા. સાથે જ કંગના રનૌતે કહ્યું કે નવા અને બહારના લોકોને તક આપવી જોઈએ.

ઇન્ડિ. ગઠબંધનના નેતાઓ ડરી ગયા- કંગના રનૌત

કંગનાએ વધુમાં કહ્યું કે ઇન્ડિ. ગઠબંધન તેના ઉમેદવાર અંગે નિર્ણય લેવામાં સક્ષમ નથી. તેઓ નર્વસ અને ડરી ગયેલા દેખાય છે. તેમની પાસે કોઈ રાજકીય મુદ્દો બચ્યો નથી. જો તેમને ડર હોત તો મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી ન હોત. મારે હંમેશા વંશવાદી રાજકારણનો સામનો કરવો પડ્યો છે અને લાગે છે કે મારે અહીં પણ તેનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે અહીં પણ તેમની સરકાર પડી રહી છે. તેમની સરકાર ગમે ત્યારે જઈ શકે છે.

કોણ છે વિક્રમાદિત્યસિંહ ?

મહત્વનું છે કે કોંગ્રેસ નેતા વિક્રમાદિત્ય સિંહ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ અને દિવંગત નેતા અને પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર છે. હિમાચલ સરકારમાં મંત્રી અને પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને મંડી સીટ માટે માનવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં કોંગ્રેસ હાઈકમાન્ડ આ સીટ પર નામની જાહેરાત કરી શકે છે. પ્રતિભા સિંહના સ્વર્ગસ્થ પતિ વીરભદ્ર સિંહ પાંચ વખત હિમાચલ પ્રદેશના સીએમ રહી ચૂક્યા છે. તેઓ મંડી બેઠક પરથી સાંસદ પણ રહી ચૂક્યા છે.


  • Follow us on: