• લોકસભાની ચૂંટણીને લઇને BSP એક્શનમાં
  • 11 ઉમેદવારોની યાદી કરી જાહેર
  • વારાણસી સહિત બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર
BSPએ લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. માયાવતીએ મૈનપુરી લોકસભાની ટિકિટ બદલીને શિવ પ્રસાદ યાદવને કરી છે. જ્યારે જૌનપુરના પૂર્વ સાંસદ ધનંજય સિંહની પત્ની શ્રીકલાને ટિકિટ આપીને ચૂંટણી સ્પર્ધાને રસપ્રદ બનાવી દેવામાં આવી છે.

કોને ક્યાંથી આપી ટિકિટ ?
આ સાથે જ વારાણસીથી પીએમ મોદી સામે અથર જમાલ લારીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.બસપાએ મૈનપુરીથી શિવ પ્રસાદ યાદવ, બદાઉનથી મુસ્લિમ ખાન, બરેલીથી છોટાલાલ ગંગવાર, સુલતાનપુરથી ઉદયરાજ વર્મા, ફર્રુખાબાદથી ક્રાંતિ પાંડે, બાંદાથી મયંક દ્વિવેદી, ડુમરિયાગંજથી ખ્વાજા સમસુદ્દીન, બલિયાથી લલ્લન સિંહ યાદવ, શ્રીકલાથી શ્રીકાંત સિંહને મેદાનમાં ઉતાર્યા છે. ગાઝીપુરથી ડો.ઉમેશ કુમાર સિંહને મેદાને ઉતારવામાં આવ્યા છે.


જૌનપુરમાં રસપ્રદ ચૂંટણી સ્પર્ધા
BSPએ પૂર્વ સાંસદ ધનંજય સિંહની પત્ની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીકલા સિંહને જૌનપુર લોકસભા સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. સોમવાર બપોરથી જ સોશિયલ મીડિયા પર શ્રીકલાને ઉમેદવાર બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. શ્રીકલા સિંહે X પર જય ભીમ-જય જૌનપુર લખીને ડૉ. ભીમરાવ આંબેડકરનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.

  • Follow us on: