• રાજનાથસિંહનો કેજરીવાલને વળતો જવાબ
  • 75 વર્ષ બાદ પીએમ કોણ તેનો આપ્યો જવાબ
  • લખનૌમાં રાજનાથ સિંહે વિપક્ષને લીધુ આડેહાથ
લોકસભાની ચૂંટણીને લઇને માહોલ બરાબર જામ્યો છે. રાજકીય દિગ્ગજો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. શાસક પક્ષ અને વિપક્ષ એકબીજા પર વિવિધ આરોપ પ્રતિ આરોપ પણ લગાવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી પદને લઇને પણ વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે ત્યારે આ મામલે રક્ષા મંત્રી રાજનાથ સિંહનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

કેજરીવાલને રાજનાથસિંહનો વળતો જવાબ

આ વખતે ભાજપ 'આ વખતે 400 પાર'ના મંત્ર સાથે લોકસભા ચૂંટણીમાં આગળ વધી રહી છે. આ દરમિયાન રક્ષા મંત્રી અને બીજેપી નેતા રાજનાથ સિંહનું નિવેદન આવ્યું છે. તેમણે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું કે હું બીજેપીનો વરિષ્ઠ નેતા છું, અને તેથી હું કહેવા માંગુ છું કે 2024માં પણ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે. એટલું જ નહીં તેઓ 2029માં ભારતના વડાપ્રધાન પણ બનશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે પીએમ મોદી 75 વર્ષના થશે પછી અમિત શાહ દેશના પીએમ બનશે.

અનામત મુદ્દે રાજનાથ સિંહે શું કહ્યું?
તો બંધારણ મામલે રાજનાથ સિંહે કહ્યું કે કોંગ્રેસના લોકોએ બંધારણમાં સૌથી વધુ ફેરફારો કર્યા છે. બંધારણની પ્રસ્તાવના એ બંધારણનો આત્મા છે. પ્રસ્તાવનામાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તેમાં ફેરફાર કરવાનું કામ ઈન્દિરા ગાંધીએ 1976માં કર્યું હતું. તેમણે અનામત ખતમ કરવાના મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે તેનો પ્રશ્ન જ ઊભો નહીં થાય. ધર્મના આધારે કોઈ અનામત નહીં મળે. વર્તમાન આરક્ષણ પ્રણાલી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે દેશની જનતાને ગેરમાર્ગે દોરીને તેમનું સમર્થન મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિપક્ષ આમાં સફળ થઈ શકશે નહીં.

  • Follow us on:

[[$googlead]]