• PM મોદી લોકસભાની ચૂંટણીને લઇને પ્રચારમાં વ્યસ્ત
  • હાલ ત્રિપુરાના અગરતલામાં સંબોધી રહ્યા છે જનસભા
  • થોડા સમય પહેલા આસામમાં સંબોધી હતી સભા

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સાત તબક્કાની સામાન્ય ચૂંટણી માટે 19 એપ્રિલથી મતદાન શરૂ થશે. જેને જોતા રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. ત્યારે પીએમ મોદી આજે પણ પ્રચાર પ્રસારમાં વ્યસ્ત જોવા મળ્યા. તેઓ સવારે આસામમાં ચૂંટણીસભા સંબોધી હતી ત્યારે હવે ત્રિપુરાના અગરતલામાં ચૂંટણી સભા સંબોધી. પીએમ નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ મેદાન પહોંચ્યા હતા જ્યાં ત્રિપુરાના મુખ્યમંત્રી ડો.માનિક સાહા અને અન્ય નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

નોર્થ ઇસ્ટને ન્યાય નથી મળ્યો- પીએમ મોદી

[[$googlead]]

પીએમ મોદીએ સંબોધન દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે છેલ્લા દશકોમાં કોંગ્રેસના શાસન દરમિયાન નોર્થ ઇસ્ટના રાજ્યોમાં ન્યાય નથી મળ્યો. ત્રિપુરામાં કોમ્યુનિસ્ટોનું શાસન હતું, કોમ્યુનિસ્ટોએ ત્રિપુરાના લોકોને તબાહ કર્યા સિવાય કર્યુ નથી કશું. પરંતુ ભાજપ માટે નોર્થ ઇસ્ટ પ્રેમ અને પ્રાથમિકતાનો વિષય છે. આ ક્ષેત્રમાં લોકોના જીવનમાંથી મુશ્કેલીઓ ઓછી થાય. કનેક્ટિવીટી સુધશે તેની પર બીજેપી સરકારનો ભાર છે.

[[$alsoread]]

કોંગ્રેસના યુવરાજ હવે કાર્યવાહીની માંગ કરે છે

ભ્રષ્ટાચારને લઇને આ લોકો કેવી રમત રમે છે. સૌ જાણે છે કે કોંગ્રેસના યુવરાજ યુપીમાં ચૂંટણી હાર્યા બાદ કેરળ ભાગી ગયા. કેરળના સીએમએ કોંગ્રેસના યુવરાજ સામે હલ્લાબોલ કર્યો છે. તેનાથી નારાજ થઇને કોંગ્રેસના યુવરાજે કહ્યું કે કેરળના સીએમ ભ્રષ્ટાચારમાં ડુબેલા છે તેમને જેલમાં મોકલવા જોઇએ. હંમેશા કેન્દ્રીય એજન્સીઓને ગાળો આપનાર કોંગ્રેસના યુવરાજ હવે કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે.એટલે કે કોઇ તેમની ટીકા કરે એટલે જેલમાં મોકલી દેવાનુ ? ભ્રષ્ટાચારના એકપણ દોષિતોને છોડવામાં નહી આવે.

ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહી આવે- પીએમ મોદી


જેવી તપાસ એજન્સી તપાસ કરશે એટલે કોંગ્રેસ બોલાવાનું શરૂ કરી દેશે કે મોદીએ ખોટું કર્યુ. આ કોંગ્રેસનો સાચો ચહેરો છે. એટલે જ હું કહુ છુ કે ભ્રષ્ટાચાર હટાવો તેઓ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો. જો કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટોને એક પણ વોટ આપ્યો તો કેન્દ્રમાં સરકાર નહી બનાવી શકું. તમારો વોટ બીજેપીની સરકાર બનાવશે. બીજેપી એનડીએને આપેલો વોટ વિકસિત ભારત બનાવશે.


  • Follow us on: