- PM મોદીએ આસામના નલબારીમાં એક જાહેર સભાને સંબોધિત કરી
- 4 જૂન, 400ને પારનો નારા આપ્યો હતો
- મોદી 2024માં આશા, 2019માં વિશ્વાસ અને 2024માં ગેરંટી લઇને આવ્યા
લોકસભા ચૂંટણી 2024 માટે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના નલબારીમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે 4 જૂન, 400ને પારનો નારા આપ્યો હતો. પીએમ મોદીએ જાહેર સભામાં ગર્જના કરતા કહ્યું કે, 'મોદી 2024માં આશા, 2019માં વિશ્વાસ અને 2024માં ગેરંટી લઇને આવ્યા છે. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી.
ભાજપ એક એવી પાર્ટી છે જે સબકા સાથ, સબકા વિકાસના મંત્રને અનુસરે છે
પોતાના ભાષણની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું, 'આજે રામ નવમીનો ઐતિહાસિક અવસર છે. 500 વર્ષની રાહ જોયા બાદ ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. પવિત્ર શહેર અયોધ્યા રામ મંદિરમાં સૂર્ય તિલક લગાવીને ભગવાન રામની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યુ છે. 4 જૂને પરિણામ શું આવવાનું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેથી જ લોકો કહે છે 4 જૂન, 400 પાર! ફરી એકવાર મોદી સરકાર.
4 જૂને પરિણામ શું આવવાનું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપ એક એવી પાર્ટી છે જે સબકા સાથ, સબકા વિકાસના મંત્રને અનુસરે છે. એનડીએ સરકારની યોજનાઓમાં કોઈ ભેદભાવ નથી, દરેકને તેનો લાભ મળે છે. હવે NDA એ દેશના દરેક નાગરિક સુધી પહોંચવાનો અને તેઓને લાયક સુવિધાઓ પૂરી પાડવાનું નક્કી કર્યું છે.
આજે આખા દેશમાં મોદીની ગેરંટીની ચર્ચા ચાલે છે
રેલીને સંબોધતા તેમણે કહ્યું કે મોદીએ ખાતરી આપી છે કે આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વડિલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે. મોદી કોઈપણ ભેદભાવ વિના તેમની સારવારની કાળજી લેશે. આજે આખા દેશમાં મોદીની ગેરંટીની ચર્ચા ચાલે છે. નોર્થ ઈસ્ટ પોતે મોદીની ગેરંટીનો સાક્ષી છે. જે નોર્થ ઈસ્ટને કોંગ્રેસે માત્ર સમસ્યાઓ આપી હતી, ભાજપે તે ઈશાનને શક્યતાઓનું સ્ત્રોત બનાવ્યું છે.









