• લોકસભાની ચૂંટણીને લઇને ભાજપનો પ્રચાર તેજ
  • પીએમ મોદી હાલ કેરળમાં કરી રહ્યા છે સંબોધન
  • અલાતુરમાં પીએમ મોદીની જનસભા

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સાત તબક્કાની સામાન્ય ચૂંટણી માટે 19 એપ્રિલથી મતદાન શરૂ થશે. જેને જોતા રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. પીએમ મોદી આજે કેરળ અને તમિલનાડુના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદી હાલમાં કેરળના અલાતુરમાં સભા સંબોધી રહ્યા છે.

CPMએ સ્કેમ કરતા લોકોનું જીવન દાવ પર લાગ્યુ- પીએમ મોદી

[[$googlead]]

પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ પૈસાની બચત કરીને બેંકમાં મૂક્યા હતા. તો સીપીએમ દ્વારા તેને લૂંટી લીધા. દિકરીના લગ્ન માટે પૈસા ભેગા કર્યા હતા પરંતુ સીપીએમના લોકોએ ગરીબની દિકરીની લગ્નને સંકટમાં મૂકી દીધી. આ સ્કેમના કારણે હજારો પરિવારોનું જીવન દાવ પર લાગી ગયું છે.

[[$alsoread]]

કૈભાંડીઓની 90 કરોડની સંપત્તિ ઇડીએ અટેચ કરી- પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સીપીએમના મુખ્યમંત્રી કો ઓપરેટીવ સ્કેમને લઇને સતત જુઠ્ઠુ બોલી રહ્યા છે કે સ્કેમના પૈસા પરત મળશે. પીડિતોને પૈસા પાછા મળશે તેમ ખોટુ બોલી રહ્યા છે. પણ તમારો સેવક મોદીએ આ કેસની તપાસ કરાવી. અત્યાર સુધી સ્કેમ કરનારા લોકોની 90 કરોડની સંપત્તિ ઇડીએ અટેચ કરી લીધી છે. હું કાનૂની સલાહ લઇ રહ્યો છું કે કેવી રીતે આ લોકોના પૈસા ડૂબી ગયા  તે ગરીબોને તેમના પૈસા પાછા કેવી રીતે કરું. 90 કરોડ રૂપિયા કેવી રીતે આપુ પાછા. સાથે જ વધુમાં કહ્યું કે 17000 કરોડ સ્કેમના પૈસા ભાજપ પરત અપાવી ચૂકી છે.પીએમ મોદીએ ગેરંટી આપતા કહ્યુ કે સ્કેમનો પૈસો પાછો લાવવા માટે કોઇ કસર બાકી નહી રાખવામાં આવે. 

કોંગ્રેસના યુવરાજ વોટ માંગવા આવશે

કોંગ્રેસના નેતાઓના મોઢેથી કો ઓપરેટીવ બેંકના સ્કેમને લઇને એક શબ્દ પણ સાંભળ્યો છે તમે ? કોંગ્રેસના યુવરાજ કેરળના લોકો પાસેથી વોટ તો માંગશે પરંતુ તમારા હિતમાં તેઓ એક શબ્દ પણ બોલશે નહી. કેરળમાં ભલે કોંગ્રેસ લેફ્ટની પાર્ટીને આતંકવાદી પાર્ટી કહે છે પરંતુ તેઓ દિલ્હીમાં બેસીને એક જ થાળીમાં જમે છે. તમિલનાડુમાં બંને પાર્ટીઓ એક સાથે મળીને ચૂંટણી લડી રહી છે. કેરળમાં તેઓ લેફ્ટને આતંકવાદી કહે છે. લેફ્ટના લોકો કોંગ્રેસ પર પરિવારના આરોપ લગાવે છે હવે તેઓ ખુદ પરિવારવાદના ફાયદા શું છે તેની ટિપ્સ લઇ રહ્યા છે.  હું તમને ગેરંટી આપુ છું કે બીજેપી અને એનડીએને આપેલો એક વોટ ગરીબના એક એક રૂપિયાનો હિસાબ કરશે. 



  • Follow us on: