- મહારાષ્ટ્રના ડિંડોરીમાં પીએમ મોદીની જનસભા
- પીએમ મોદીએ નકલી શિવસેના કહીને શિવસેના (ubt) પર કર્યા પ્રહાર
- કોંગ્રેસે અને નકલી શિવસેના પર વરસ્યા પીએમ મોદી
લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ ડીંડોરીમાં જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ વખતે ખરાબ રીતે હારવાની છે.
બાળા સાહેબના સપના ચકનાચૂર કર્યા- પીએમ મોદી
પીએમ મોદીએ શિવસેના (ubt)ને નકલી શિવસેના અને નકલી રાષ્ટ્રવાદી પાર્ટી ગણાવી. સાથે જ જણાવ્યું કે આ પાર્ટીનો કોંગ્રેસમાં વિલય થવો નિશ્ચિંત છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે નકલી શિવસેના કોંગ્રેસમાં વિલય થશે ત્યારે મને બાળા સાહેબ ઠાકરે યાદ આવશે. કારણ કે તેઓ કહેતા હતા કે જે દિવસે લાગ્યુ કે શિવસેના કોંગ્રેસ બની ગઇ છે એ દિવસે શિવસેના સમાપ્ત કરી દઇશ. એટલે કે હવે નકલી શિવસેનાનું સરનામુ પણ નહી રહે.
નકલી શિવસેના કોંગ્રેસને માથે ચઢાવ્યુ છે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આ વિનાશ બાળાસાહેબને દુઃખી કરી રહ્યા છે. નકલી શિવસેનાએ બાળાસાહેબના સપના ચૂરચૂર કર્યા. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તે બાળા સાહેબનું સપનું હતું. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂદ થાય. આ સપના પુરા થયા પરંતુ તેનાથી સૌથી વધારે ચીડ નકલી શિવસેનાને થઇ. કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠાના નિમંત્રણને ઠુકરાવ્યું. નકલી શિવસેનાએ પણ એવુ જ કર્યું. કોંગ્રેસના લોકો મંદિર માટે જેમફાવે તેમ બોલી રહ્યા છે. નકલી શિવસેના કોંગ્રેસને માથે ચઢાવીને બેઠા છે.









