- રાજસ્થાનના કરૌલીમાં પીએમ મોદીની જનસભા
- કચ્ચાદ્વીપ ટાપુને લઇને કોંગ્રેસને લીધી આડેહાથ
- ઇન્દુમતીજીના સમર્થનમાં પીએમ મોદીની ચૂંટણીસભા
પીએમ મોદીએ ચૂંટણીના પ્રથમ તબક્કાને લઇને પ્રચાર તેજ કર્યો છે. ત્યારે મધ્યપ્રદેશ બાદ તેઓ રાજસ્થાન પહોંચ્યા છે.રાજસ્થાનના કરૌલીમાં પીએમ મોદીએ જનસભા સંબોધી.
4 જૂન 400 પાર- પીએમ મોદી
એક જાહેર રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ ધરતી 'ભક્તિ' અને 'શક્તિ'ની ભૂમિ છે. તમારા આશીર્વાદ અને અહીં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ હાજર છે તે લોકો માટે એક વિશાળ સંદેશ છે. 4 જૂને જે પરિણામો હશે તે કરૌલીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. '4 જૂન, 400 પાર'નો પીએમ મોદીએ નારો આપ્યો હતો.
મંદિરો તોડીને જમીન પચાવી પાડી- પીએમ મોદી
તેમણે કહ્યું કોંગ્રેસના પાપની લિસ્ટ લાંબી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસે તુષ્ટિકરણની રમત રમી. કોંગ્રેસી નેતાઓએ તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર માટે મંદિરો તોડીને તેની જમીન પચાવી પાડી. જે રાજસ્થાને અયોધ્યામાં 500 વર્ષની રાહ જોયા બાદ પથ્થર મોકલ્યા. તે રામમંદિર પર કોંગ્રેસ પાર્ટીના નેતા કેવી કેવી ભાષા બોલી રહ્યા છે. ઇન્ડિ. ગઠબંધન સનાતનને નષ્ટ કરવાની વાત કરે છે. કોંગ્રેસ વાળા આ મામલે મૌન સમર્થન આપી રહ્યા છે. શું કોંગ્રેસનું આ પાપ માફીને લાયક છે ?
કોંગ્રેસ ટુકડે ટુકડે ગેંગ સાથે- પીએમ મોદી
કોંગ્રેસ નેતાઓના નિવેદનોથી તેમના મનસૂબાનો અંદાજ લગાવી શકાય છે. કોંગ્રેસના શહેજાદા વિદેશમાં કહે છે કે ભારત કોઇ રાષ્ટ્ર નથી. તેઓ સર્જિકલ સ્ટ્રાઇકનો સેના પાસે પુરાવા માંગે છે. ટુકડે ટુકડે ગેંગ પાછળ સૌથી પહેલા કોંગ્રેસ ઉભી રહી જાય છે. હવે તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દેશની એકતા સામે સવાલ કરે છે. તેઓ વિદેશની ધરતીમાં જઇને કાશ્મીરનો રાગ આલાપે છે.









