• લોકસભાની ચૂંટણીને કોંગ્રેસે બે બેઠકો પરથી સસ્પેન્સ ખોલ્યુ
  • રાયબરેલી અને અમેઠી બેઠક પર ઉમેદવાર કર્યા જાહેર
  • રાહુલગાંધી લડશે રાયબરેલીથી ચૂંટણી
લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી બેઠક પરથી ઉમેદવારો જાહેર કરીને ચર્ચાઓ પૂર્ણ વિરામ મૂકી દીધુ છે. પાર્ટીના મહાસચિવ કે.સી વેણુગોપાલે બંને બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં કિશોરી લાલ શર્મા અમેઠીથી અને રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે. રાહુલ ગાંધી માટે પાર્ટીએ અમેઠી કરતા રાયબરેલીને વધુ સુરક્ષિત માની છે. કારણ કે આ બેઠક હજુ પણ કોંગ્રેસ પાસે છે. ત્યારે આ મામલે કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

રાહુલ ગાંધી હારશે

કેન્દ્રીય મંત્રી અને બેગુસરાયથી લોકસભાના ઉમેદવાર ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે તેના પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે ગાંધી પરિવાર જ્યાંથી હારે છે ત્યાં પાછો નથી જતો. જેમ રાહુલ ગાંધી અમેઠીથી હારી ગયા હતા ત્યારે તેમણે તે સીટ છોડી દીધી હતી, આ વખતે જો તેઓ રાયબરેલીથી પણ હારી જશે તો તે પણ છોડી દેશે. ગિરિરાજ સિંહે કહ્યું કે જે રીતે બહાદુર શાહ ઝફર મુઘલ સલ્તનતના છેલ્લા બાદશાહ હતા, તેવી જ રીતે ગાંધી પરિવાર માટે રાયબરેલી એ પ્રકારે જ છે.

ગાંધી પરિવાર માટે અંતિમ બાદશાહ

ગિરિરાજ સિંહે દાવો કર્યો હતો કે આ વખતે રાયબરેલીથી પણ રાહુલ ગાંધી જંગી મતોથી હારી જશે. અને રાહુલ ગાંધી પણ ત્યાંથી રવાના થઇ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે મેં પહેલેથી જ કહ્યું છે કે બહાદુર ઝફર શાહ મુઘલ સલ્તનતના છેલ્લા રાજા હતા તેવી જ રીતે રાયબરેલી પણ ગાંધી પરિવાર માટે છેલ્લો બાદશાહ છે. 
  • Follow us on:

[[$googlead]]