- 4 જૂને લોકસભાની ચૂંટણીનું પરિણામ
- પીએમ મોદીની કુંડળીને લઇને જ્યોતિષીઓ કરી રહ્યા છે ચર્ચા
- ફરીવાર બનશે પીએમ મોદીની સરકાર?
લોકસભાની ચૂંટણીના પરિણામ 4 જૂને જાહેર થવાના છે. ભાજપ, કોંગ્રેસ અને ઇન્ડિ ગઠબંધનના રાજકીય દિગ્ગજો મેદાને છે. કોની સરકાર બનશે. કોનુ પલડુ ભારે લાગી રહ્યું છે. 4 જૂને કોણ બાજી મારશે તે જોવાનું રહેશે. ત્યારે મતદાનના દિવસે જ્યોતિષની દ્રષ્ટિએ કોણ બાજી મારશે તે વિશે વાત કરીએ.
રાજતિલક કરાવશે !
જ્યોતિષ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે કે પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે. કારણ કે તેમની કુંડળીમાં એક નહી પંરતુ 3 યોગ બની રહ્યા છે. જનતાનું સમર્થન તો મળશે જ પરંતુ મહાદશા પણ અનુકૂળ થઇને પરિણામના દિવસે મંગળ અને ચંદ્રની યુતિ થવાથી પીએમ મોદીનો ફરી રાજ તિલક યોગ બનાવી રહી છે.
રાજયોગ કોના પક્ષમાં ?
જ્યોતિષના મતે આ ચૂંટણી રાહુલગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે છે. ત્યારે પીએમ મોદીના કુંડળીમાં રચાઇ રહેલો રાજયોગ તેમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા જઇ રહ્યો છે. ત્યારે વાત કરીએ રાહુલ ગાંધીની તો તેમની કુંડળીમાં ગુરુ વક્રી થઇને બિરાજમાન થવાની સાથે જ ભાગેશ 12મા સ્થાને થઇને આઠમા ભાવમાં બેસવુ. તથા ચતુર્થેશ નિમ્ન હોવું. જે જનતાનું સમર્થન પ્રાપ્ત થવા દેતુ નથી. એટલુ જ નહી દશમેશની સ્થિતિ પણ કપરી હોવાથી સત્તાથી ડિસ્ટન્સ બન્યુ રહે છે તેમ જ્યોતિષો કહી રહ્યા છે. જ્યારે પીએમ મોદીની કુંડળીમાં ચતુર્થ ભાવ જનતાના ભાવમાં બિરાજમાન છે. જેનાથી તેમને જનતાનો ભરપૂર સાથે પ્રાપ્ત થશે. તેવામાં કહી શકાય કે રાજયોગ તેમના પક્ષમાં છે.
- પીએમ મોદીની કુંડળીમાં ગુરુ, શુક્ર અને શનિ ત્રણેય કેન્દ્રમાં બિરાજમાન છે. જે ક્રમશ: હંસ, શસ તથા માલવ્ય નામનો રાજયોગ બનાવી રહ્યા છે.
- પીએમ મોદીનો ભાગ્યશાળી ગ્રહ ચંદ્ર લગ્નમાં મંગળની સાથે બિરાજમાન છે. જે મહાલક્ષ્મી યોગ બનાવે છે.
- પીએમમોદીની મહાદશા પણ તેમના માટે સાનુકૂળ બની રહે છે.
- 4 જૂનના દિવસે મંગળ-ચંદ્રની યુતિ થશે જે મોદીજીને ફરીથી રાજતિલક પ્રદાન કરશે.
- મહાદશા સાનુકૂળ છે અને ફરી એકવાર રાજ્યાભિષેકની શક્યતાઓ ઊભી કરી રહી છે.
DISCLAIMER: આ જ્યોતિષીય અનુમાન છે. જે વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યું છે. અનુમાનની સાથે સંદેશ સહમત નથી.
[[$googlead]]
[[$alsoread]]